← સ્ખલિત હ્રદય કલાપીનો કેકારવ
કોને કહેવું
કલાપી
નિઃશ્વાસો →


કોને કહેવું


ઊંડા દુઃખડાં કોને કે'વાં ?
પૂરાં ઘાયલ ક્યાં છે એવાં ?
લાખ મળે છે જેવાં તેવાં :
                       ક્હેવા કોને રે ?

હૈયાના તો તારો તૂટ્યા :
ગાવાના સૂરો એ ખૂટ્યા :
આંખલડીના તારા ફૂટયા :
                        ક્હેવું કોને રે ?

૨૫-૩-૧૮૯૭