કલાપીનો કેકારવ/સ્ખલિત હ્રદય
← હ્રદય-સ્ખલન | કલાપીનો કેકારવ સ્ખલિત હ્રદય કલાપી |
કોને કહેવું → |
સ્ખલિત હ્રદય
આ ઉરથી ન ગીતો ગવાશે :
ના રસ આઉરથી અર્પાશે :
નોચોવાશે સ્પર્શ પહેલાં
દ્રવતું હૈયું આ !
રોયા પ્હેલાં રોઈ જાતું :
આંસુડું સુકાયું થાતું :
ઢોળાઈને ચાલ્યું જાતું
કુણું હૈયું આ !
૨૪-૩-૧૮૯૭