કલાપીનો કેકારવ/તારામૈત્રક: મુગ્ધ પ્રેમ
← પરિતાપ | કલાપીનો કેકારવ તારામૈત્રક: મુગ્ધ પ્રેમ કલાપી |
અશ્રુસ્થાન → |
તારામૈત્રક–મુગ્ધ પ્રેમ
સંધાડી પ્રેમદોરી મેં, મચાવી મિષ્ટી ગોષ્ઠી મેં,
પ્હેરાવી પ્રેમમાલા મેં, જગાવી પ્રેમજ્યોતિ મેં!
ઉડાવ્યું પક્ષી પ્રીતિનું, ઝીલ્યું સુપુષ્પ ચક્ષુનું!
કરાવ્યું સ્નાન પ્રીતિનું, કર્યું મેં પાન પ્રીતિનું!
સુધાના નીરમાં ન્હાયાં, અમે પ્રેમી રમ્યાં મ્હાલ્યાં!
પડ્યાં ત્યાં સ્નેહફાંસામાં, છૂટ્યાં તે ના, વછૂટ્યાં ના!
મદિરા નેત્રનખરાંનો પી પી ભાન ભૂલ્યો હું:
થયો હું હોલો! તે હોલી! થયો તે હું! થઈ તે હું!
પછી રતિનાવ ઝીંક્યું મેં કપાળે હાથ દઈ દરિયે!
બોળે કે બચાવે તે સુકાની પ્રાણપ્યારી છે!
૩૦-૧૧-’૯૨