કલાપીનો કેકારવ/વીત્યાંને રોવું
← તલફું કાં | કલાપીનો કેકારવ વીત્યાંને રોવું કલાપી |
ક્રૂર માશૂક → |
વીત્યાંને રોવું
રોતું અન્તરનું રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં એ લ્હોતું :
પણ વીત્યાને શું રોવું ?
મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
ત્હોયે વીત્યાંને રોશું.
૨૯-૪-૧૮૯૭