કલાપીનો કેકારવ/વ્હાલાં
← મ્હારો ખજાનો | કલાપીનો કેકારવ વ્હાલાં કલાપી |
ખોવાતું ચિત્ત → |
વ્હાલાં
વ્હાલાંને વ્હાલાંની પીડા !
લૂછાતા અશ્રુ એ ક્રીડા !
મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં :
એ દુખડાં સુખડાં સુખડાં !
મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે !
વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે !
ટેવાયાં જોવાને એ તો
મ્હારાં દુખડાં છે !
ટેવાયાં ના લાગે કૈં !
ટેવાતાં હસવું જાગે કૈં !
મ્હારે તો રોવું ને રોવું,
જૂનું તાજું કૈં !
વ્હાલાં ! ટેવ મ્હને એ બાઝી !
ધોખાની વ્રીડા સૌ દાઝી !
ત્હોયે આ દાવા ધીખે તે
ખોટી છે બાજી !
૨૪-૫-૯૮