કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સોમા (પહેલી)

← રુકમાવતી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સોમા (પહેલી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિશાખા મિગારમાતા →


१२–सोमा

શ્રાવસ્તી નગરીમાં “સોમા” નામની એક બ્રાહ્મણની છોકરી થઈ ગઈ છે. તેની બુદ્ધિ અને સ્મરણશક્તિ એવાં પ્રબળ હતાં કે, જે વાત એક વાર સાંભળી તે વાત તેને હમેશાં યાદ રહી જતી. એની એ વાત એની આગળ ફરીથી કહેવાની જરૂર પડતી નહિ. એ અસાધારણ બુદ્ધિ અને સ્મરણશક્તિને લીધે, તેણે બધા બૌદ્ધ ગ્રંથ કંઠાગ્ર કરી દીધા હતા. યોગવિદ્યાનો તેણે સારો અભ્યાસ કર્યો હતો અને તપશ્ચર્યા દ્વારા ઉન્નતિ મેળવીને દુર્લભ ‘અર્હત્’ પદ પ્રાપ્ત કર્યું હતું.