જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો
← અંક બીજો/ પ્રવેશ પાંચમો | જયા-જયન્ત જયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો ન્હાનાલાલ કવિ |
અંક બીજો/ પ્રવેશ સાતમો → |
☘
જોગીઓ : પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
- રૂપું ધન, ધન સોનું,
- હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
- હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
- સત્તા ધન, ધન જોબન: ચળ સહુ;
- અચળ બ્રહ્મની લહેર;
- પરમ ધન પ્રભુનાં લેજો લોક !
- અચળ બ્રહ્મની લહેર;
- રૂપું ધન, ધન સોનું,
- નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
- હો અબધૂત ! નહીં વીજળીચમકાર,
- હો અબધૂત ! નહીં વીજળીચમકાર;
- અગમનિગમની યે પાર; અપાર એ
- નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
- બ્રહ્મ તણા ભંડાર;
- પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
- બ્રહ્મ તણા ભંડાર;
- દૂર થકી પણ દૂર,
- હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
- હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
- ઉગે તપે કે આથમતાં યે
- એ ધન છે અવિનાશ;
- પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
- એ ધન છે અવિનાશ;
- દૂર થકી પણ દૂર,
એક જોગી:દેવર્ષિજીએ આદેશ દીધો કે
- 'હિમાલયમાંથી ઉતરો,
- જાવ કાશીની હરિકુંજમાં દર્શને.
- સ્હમજાવ્યું સ્થૂલસૂક્ષ્મનું મહાસત્ય કે
- 'નથી મપાતા રજસ્ કે સત્ત્વ કદી
- દેહના ચ્હડવા-ઉતરવાથી
- મપાય છે મનુષ્યની મોક્ષયાત્રાના ગાઉ. '
- કાલે ઉગશે અક્ષયતૃતિયા.
- ગંગાસ્નાન કરી યાત્રા આદરશું
- બ્રહ્મવનમાં બ્રહ્મર્ષિનાં દર્શન કાજે.
- ગાવ, સાધો ! ગાવ,
- જગાવો બ્રહ્મજ્યોતિનો જય !
જોગીઓ: પરમ ધન પ્રભુનાં લેજો, લોક !