← ૧૭-૪-’૪૫ નિત્ય મનન
૧૮-૪-’૪૫
ગાંધીજી
૧૯-૪-’૪૫ →


मनुष्य अपने निर्णय नहिंवत् प्रमाणको आधारभूत करके करता है और उसी पर चलता है । ऐसी हालतमें अच्छा है कि जहाँ तक बन सके कुछ निर्णय करना नहीं और परिणामके बारेमें तटस्थ रहना । निर्णय करनेका धर्म बन जाता है, तब पूरी सावधानी रखकर ही निर्णय करना और निडरतासे अमल करना ।

१८-४-’४५
 

માણસ પોતાના નિર્ણયો નહીં જેવા પ્રમાણને આધારે કરે છે અને તે પ્રમાણે ચાલે છે. એવી સ્થિતિમાં બનતા સુધી કંઈ નિર્ણય ન કરવો અને પરિણામની બાબતમાં તટસ્થ રહેવું એ સારું. નિર્ણય કરવાનો ધર્મ થઈ પડે તો પૂરેપૂરી સાવધાની રાખીને જ નિર્ણય કરવો અને તેનો નીડરતાથી અમલ કરવો.

૧૮-૪-’૪૫