નિત્ય મનન/૩-૧-’૪૫
← ૨-૧-’૪૫ | નિત્ય મનન ૩-૧-’૪૫ ગાંધીજી |
૪-૧-’૪૫ → |
शरीरधारी महादेवको शरीरसे और उसके लेखोंसे ही हम देखते थे । यह एक ही बात हुई । देहातीत महादेव सर्वव्यापी है और उसके गुणोंसे हम उसको पहचान सकते हैं और इसमें सब एकसा शरीक हो सकते हैं । किसीको ज्यादा कम विभाग नहीं मिल सकता है ।
३-१-’४५
દેહધારી મહાદેવને તેના દેહ અને તેના
લેખોની મારફતે જ આપણે જોતા હતા. આ
એક જ વસ્તુ થઈ. દેહાતીત મહાદેવ સર્વવ્યાપી
છે અને તેના ગુણોથી આપણે તેને ઓળખી
શકીએ છીએ, અને તેમાં સૌ સરખો ભાગ
લઈ શકે છે. કોઈ ને વત્તો ઓછો ભાગ નહીં
મળી શકે.
૩-૧-’૪૫