નિત્ય મનન/૮-૨-’૪૫
← ૭-૨-’૪૫ | નિત્ય મનન ૮-૨-’૪૫ ગાંધીજી |
૯-૨-’૪૫ → |
मनुष्य जो देखना चाहता है वही देखेगा, सुनना चाहता है वही सुनेगा । जैसे माली बगी़चेमें फूलको ही देखेगा, फ़िलसूफ़को पता भी नहीं लगेगा बग़ीचेमें क्या है। [वह ] बग़ीचेके बाहर है या भीतर उसका भी पता उसे शायद नहीं होगा ।
८-२-’४५
માણસ જે જોવા ઈચ્છશે તે જ જોશે, સાંભળવા માગશે તે જ સાંભળશે. જેમ કે માળી બગીચામાં ફૂલ જ જોશે ને ફિલસૂફને ખબર પણ નહીં પડે કે બગીચામાં શું છે. પોતે બગીચાની બહાર છે કે અંદર તેની પણ કદાચ તેને ખબર નહીં હોય.
૮-૨-’૪૫