← જીવનના જય ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જીવનના જળ
ન્હાનાલાલ કવિ
જીવન્‌સંગમ →


જીવનના જળ





ચાલોને મહિયર ! જમનાને કાંઠડે
જીવનના જળ ભરવા રે,
જીવન ભરવા ને આત્મા તરપવા,
ઉરની લહરે લહરવા રે
ચાલોને સહિયર ! જમનાને કાંઠડે



શ્રી કૃષ્ણે ભરિયા,ને રાધિકાએ ભરિયા,
ગેાપિકાએ દિલ ભર્યા ગરવા રે,
જગના રસિક! સહુ આવજો એ આરે,
રાસના વિહારે ત્ય્હા વિહરવા રે;
ચાલોને સહિયર ! જમનાને કાંઠડે