ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ત્રિલોકના તોરણ

← તેજઝૂમખડા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ત્રિલોકના તોરણ
ન્હાનાલાલ કવિ
દામ્પત્યના બોલ →


૬૮, જીવનના જય




જ્યંહાં આગમનાં અજવાળાં વાય રે,
જય એહ જીવનની, જીવનના,
જ્યંહાં પુણ્યપાંખે જગતને જીતાય રે,
જય એહ જીવનના, જીવનના,
જ્યંહાં નિમિષમાં વિરાટને ઝંખાય રે,
જય એહ જીવનના, જીવનના.

મ્હેં તો ગગન મંહી નયનદોર નાખિયા, હો નાથ !
મ્હેં તો હૈયાના હિન્ડોળ ત્યંહી બાંધિયા, હો નાથ !
મ્હેં તો અમૂર્તને મૂર્ત કરી સ્થાપિયા, હો નાથ !

જ્યંહાં આખડીમાં આખડી ઘોળાય રે,
જય એહ જીવનના, જીવનના,
જ્યંહાં પ્રીતમની પ્રેરણા પીવાય રે,
જય એહ જીવનના, જીવનના,
જ્યંહાં પ્રેમની પૂર્ણિમા ઝીલાય રે,
જય એહ જીવનની, જીવનના



કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે,
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે.

કે કિરણે કિરણે અમૃત દેવનાં રે;
કે એહ જળે હું ય ભરૂં હૈયાહેલઃ
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે.