ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/નવગીતા ગાજે
← નથી આજ કુળનો મોરલો ઝરૂખવે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ નવગીતા ગાજે ન્હાનાલાલ કવિ |
પુણ્યપાપના પગથિયા → |
૫૧, નવગીતા ગાજે
ગુર્જરી ! નવગીતા ગાજે,
કાળનાં નવસૂક્તો પાજે.
ગુર્જરી ! નવગીતા ગાજે.
લીલમલીલા, ઘોરગંભીરાં, પ્રાચીનના પરમાણાં,
ઇતિહાસોના દેવધ્વનિભર વનવન જો ! પથરાણાઃ
મહીંથી નવઝરણાં ઝરમરજે:
ગુર્જરી ! નવગીતા ગાજે.
વિશ્વપુરાણો, મેઘછાય શો, પશ્ચિમપાંખની પાળે
ગગનઘટાની ભૂલભૂલામણી સમ જો ! સાગર ઉછળે:
મહીંથી નવરત્નો સારવજે.
ગુર્જરી ! નવગીતા ગાજે.
મોતીઝરન્તા કુંભસ્થળ શા ગરવા ગિરિવર ત્હારા;
યુગયુગજૂની આરસકવિતા રેવતઅર્બુદ ગાતાઃ
મહીંથી નવકવિતા વીંઝવજે.
ગુર્જરી ! નવગીતા ગાજે,
શ્રીકૃષ્ણે બાંધી યુગપાજે
ગુર્જરી ! નવગીતા ગાજે,