ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પુણ્યપાપના પગથિયા
← નવગીતા ગાજે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ પુણ્યપાપના પગથિયા ન્હાનાલાલ કવિ |
પેલે પાર → |
આભ છે ઉંડાં અનન્ત, પુણ્યનાં માંડ્યાં પગથિયાં;
ચ્હડશે શ્રી હરિના સન્ત, પુણ્યનાં માંડ્યાં પગથિયાં.
આભ ને અવનીની એક નીસરણી;
કંઈક ચ્હડે, કંઈની પડવાની સરણી,
કરણીને પગલે સૌની ચઢણી-ઉતરણી;
વિશ્વની આ સ્હીડીને સોહાગ કર્મનાં માંડ્યાં પગથિયાં.
કોરી પાતાળના ભાગ પા૫નાં માંડ્યાં પગથિયાં;
ઉતરે અવનીનાં અભાગ પા૫નાં માંડ્યાં પગથિયાં,
આભ છે ઉડાં અનન્ત, પુણ્યનાં માંડયાં પગથિયાં.
♣