ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પેલે પાર
← પુણ્યપાપના પગથિયા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ પેલે પાર ન્હાનાલાલ કવિ |
પ્રેમ પરવ → |
હો ! મ્હારે જાવું પેલે પાર,
હવે માછીડા ! હોડી હંકાર
મ્હારે જાવું પેલે પાર.
જમણે કાંઠે મથુરા નગરી,
ડાબે ગેાકુળ ગામ.
આ આરે મ્હારી દેહ ઉભી છે,
ત્ય્હા છે આતમરામ
મ્હારે જાવું પેલે પાર.
આભનો સાગર જળજળ ભરિયો,
મંહી સૂરજ ને સોમ,
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હા છે ચેતનભેામ.
મ્હારે જાવું પેલે પાર.
કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે,
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે.
કે કિરણે કિરણે અમૃત દેવનાં રે;
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે.
♣