પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

હોવા છતાં - આગળનું સ્થાન અપાવ્યું છે. મુનશીએ આ સંદર્ભે યોગ્ય કહ્યું છે : 'એમની કલ્પના સમૃદ્ધ હતી એવી સૃષ્ટિ એમણે સરજી તે લાંબા કાળ સુધી ગુજરાતી માનસને પ્રેરણા અને આનંદ આપશે.’ (ચૌલાદેવીની ૬ઠ્ઠી આવૃત્તિનો ફ્લેપ).

ચુ. વ. શાહ પાસેથી ‘કર્મયોગી રાજેશ્વર’, ‘અવંતીનાથ’ જેવી ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત ‘જિગર અને અમી’, ‘વર કે પર ?’ ‘વિલોચના’, જેવી સામાજિક નવલો પણ મળે છે. નવલકથાલેખનની એમની શૈલી સરળ, સ્વસ્થ અને રુચિકર છે. ઐતિહાસિક વાતાવરણને યોગ્ય પાત્રસૃષ્ટિનું નિર્માણ થયું હોવા છતાં મુનશીની આ પ્રકારની નવલોમાં જે કાર્યવેગ અને ઉત્કટતા છે તેનો એમની નવલોમાં અભાવ જણાય છે. તેમની સામાજિક નવલોમાં ‘જિગર અને અમી’ સૌથી વધુ લોકપ્રેમાદર પામી છે..

આ જ સમયગાળામાં બીજા લોકપ્રિય નવલકથાકાર મેઘાણી પાસેથી ‘નિરંજન’, ‘સત્યની શોધમાં’, ‘સોરઠ તારા વહેતા પાણી’, ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ જેવી સામાજિક ઉપરાંત ‘સમરાંગણ’, ‘રા' ગંગાજળિયો’ અને ‘જય ગુજરાત’ જેવી ઐતિહાસિક નવલોમાં તેઓ ઇતિહાસને વફાદાર રહેવા છતાં નવલકથાને ઠીક ઠીક આકર્ષક બનાવી શક્યા છે.

ગુમવંતરાય આચાર્યની ‘દેશદીવાન’, ‘ઇન્કિલાબ’, ‘દરિયાલાલ’ વગેરે લેખકની જોમવાળી શૈલીને લીધે નોંધપાત્ર બની છે. ગુજરાતી ઐતિહાસિક નવલોમાં સમુદ્રીય સાહસકથાઓને સર્વપ્રથમ લાવનાર તેઓ છે. સૌરાષ્ટ્ર અને શૌર્યકથાઓ સાથે સમુદ્રના સૌંદર્ય પ્રતિનો એમનો પ્રેમ, ગહન ભૌગોલિક જ્ઞાન, ઇતિહાસની સાથે લોકકથાઓ અને કિંવદંતીઓને એમની ઐતિહાસિક નવલોમાં વિશિષ્ટ સ્થાન મળ્યું છે. ભારતના દક્ષિણ તટ અને સુદૂર આફ્રિકા સુધીનો દેશકાળ એમની નવલોમાં વિસ્તર્યો છે. પ્રકૃતિ અને મનુષ્યનો સંઘર્ષ, તથા એ સંઘર્ષમાં પ્રણયકથા એમની નવલોને આકર્ષક બનાવે છે.

ત્યાર પછી સમયદૃષ્ટિએ ગુજરાતી નવલકથાના વિકાસમાં નોંધનીય નામ છે ‘જયભિખ્ખુ’નું. જયભિખ્ખુ નવલકથાક્ષેત્રે પ્રકાશમાં આવ્યા. ઈ. સ. ૧૯૩૫ પછી. એ એવા નવલકથાકાર છે જેમણે પોતાની ઐતિહાસિક