વેવિશાળ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
સાસરિયાની ધમકી →





વેવિશાળ





ઝવેરચંદ મેઘાણી









ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે • ગાંધી માર્ગ અમદાવાદ-૩૮૦૦૦૧



Vevishāl

a novel by Jhaverchand Meghāni
Amadavad : Gurjar Grantharatna Karyalay
Ed. 3: 1944, reprinted 2003
Price Rs. 95


: આવૃત્તિઓ :
પહેલી 1938, બીજી 1942, ત્રીજી : 1944
પુનર્મુદ્રણ : 1948 1953, 1956, 1964, 1975, 1980, 1984, 1990
1993, 1996, 2003
પ્રત: 1250

પાનાં: 8 +260 =268


કિંમત રૂ. 95


: પ્રકાશક :
અમર ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ 380 001


: કમ્પ્યૂટર અક્ષરાંકન :
અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ,
10 બીરવા રો હાઉસિસ, બોપલ, અમદાવાદ 380 058
ફોનઃ 373 5590. ઇ-મેલઃ apu@vsnl.com


 : મુદ્રક :
ભગવતી ઑફસેટ

15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ 380 004

















અર્પણ

પુત્રી ઈન્દુને





‘વેવિશાળ માં મેઘાણીનું લક્ષ વિશેષતઃ વાર્તાકથન પર રહ્યું છે. કેન્દ્રમાં સામાજિક સમસ્યા રહી છે પણ એ નિમિત્તે માનવીય સંવેદનાનાં સ્તરો ખુલ્લાં કરીને જીવનના ગહન પ્રવાહો તાગવા તેઓ ઝાઝું રોકાતા નથી. એટલે આ કથા એક ચપટી સમસ્યાકથા બની રહે છે. અહીં સૌરાષ્ટ્રનાં બે કુટુંબોનાં સંતાનો વચ્ચે ગોઠવાયેલો વિવાહ સંબંધ, સમય જતાં બંને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં, ભારે કસોટીએ ચઢતો રજૂ થયો છે. શ્રીમંત વર્ગના ચંપક શેઠે કન્યા અને વરની ઇચ્છા-અભિલાષા કશાનો ખ્યાલ કર્યા વિના એ સંબંધ તોડી નાખવા મથામણ કરી. પણ ખુશાલ જેવા અદના લાગતા પણ હૃદયની શુભ વૃત્તિવાળા માનવીની અને એ જ રીતે શાણા અને કાબેલ ભાભુની સંનિષ્ઠ મદદથી એ વિવાહ તૂટતો અટકી શક્યો. આમ આ નવલકથામાં વિવાહ સંબંધને લગતું કોકડું ગૂંચવાતું ને ઉકેલાતું રજૂ થયું છે.

પ્રમોદકુમાર પટેલ


‘વેવિશાળ મેઘાણીની મૌલિક સર્જકતાનો જ્વલંત પુરાવો છે.

ઉમાશંકર જોશી

નિવેદન


[પહેલી આવૃત્તિ]

દસ મહિના પૂર્વેના એક મંગળવારે ‘ફૂલછાબ’ના અંકોમાં પૂરવાને માટે આ વાર્તા લખવાનો પ્રારંભ કર્યો. તે વખતે લેખક પાસે આખી વાર્તાનું હાડપિંજર બિલકુલ તૈયાર નહોતું. વાર્તાનું સર્જન બે રીતે કામ કરે છે. અમુક લેખકો વાર્તાનું આખું જ માળખું પહેલેથી ઘડીને પછી તેમાં લેખનનાં રુધિર-માંસ પૂરવા બેસે છે, ત્યારે હું અને મારા જેવા અનેક ફક્ત એક પ્રબળ પરિસ્થિતિથી જ આંધળો પ્રારંભ કરીએ છીએ અને તે પછી પાત્રો તેમ જ પ્લોટ, જાણે કે પોતાની જાતે, ઘડાતાં ચાલે છે. આવી આંધળી લેખનપદ્ધતિ ખરું જોતાં તો અકસ્માતને આધીન નથી હોતી. એમાં પણ ઘણા કાળના સંઘરાયેલા અનુભવો તેમ જ ચિંતનનાં જ રંગો-રેખાઓ પુરાતાં આવે છે; તૈયાર પૂણીઓ જ કંતાય છે. પરંતુ આંધળુકિયાં કરીને આ વાતને આગળ ચલાવી, એટલું કહેવું બરાબર નથી. આ વાતના ઘડતરમાં ‘ફૂલછાબ’ના વાચકોના ‘ઝાઝા ને રળિયામણા હાથ’ કામે લાગ્યા હતા. પહેલા જ હપતાથી વાચકોના કાગળો આવવા શરૂ થયા, ને જેમ જેમ વાર્તાપ્રવાહ આગળ ચાલ્યો તેમ તેમ તો દૂરથી ને નજીકથી, શહેરોમાંથી ને ગામડાંમાંથી, સુશિક્ષિતો તેમ જ સામાન્યોના, સ્ત્રીઓ અને પુરુષોના કાગળો આવતા ગયા – જેમાં વાર્તાને કઈ કઈ દિશામાં લઈ જવી તેનાં નિખાસલ સૂચનો હતાં. એ બધા કાગળો જો આંહીં ઉતારું તો ‘વાર્તાસર્જન’ની કળાના વિષય પર નવું જ અજવાળું પડે. પરંતુ ‘વેવિશાળ'ની મુકરર કરેલ કિંમત હવે વિશેષ પાનાંનો બોજો ઊંચકી શકે નહીં.

સમસ્ત સમૂહનો જેને પોતાના સર્જનમાં આટલા આત્મીય ભાવનો સાથ મળી શકે છે તે લેખક બડભાગી છે.

‘વેવિશાળ’માં મારે જે કહેવું હતું તે હું કહી શક્યો છું કે કેમ? - મને ખબર નથી. જાણું છું ફક્ત આટલું જ કે કહેવાનું જે હોય તે વાર્તામાં જ લેખકે કહી લેવાનું છે, વાર્તામાં નથી કહી શકાયું માટે, ચાલો, પ્રસ્તાવનામાં પ્રસ્ફોટ કરીએ, એવો હક વાર્તાલેખકને નથી જ નથી. વાર્તાકારની પહેલી ફરજ – અને છેલ્લી પણ – એક જ છે: વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા - બસ, વાર્તા જ કહેવાનો દાવો રાખેલ છે.

એક સુશિક્ષિત વાચકે પૂછ્યું હતું કે, “તમે સુશલાને એના સસરા પર ભાવ પેદા થાય છે તેનાં કારણો તો બરાબર બતાવ્યાં છે; પણ સુશીલાને સુખલાલ પર વહાલ થવાનાં કારણો નથી આપ્યાં.”

આ સૂચન થયું ત્યારે હું વાર્તાના અંતભાગની ઠીક ઠીક નજીક આવી ગયેલો. મેં આ પ્રશ્ન તપાસી જોયો. સુશીલાને મેં પૂછી જોયું કે, ‘બાઈ, તારાં કારણો તો બતાવ ! તેં મને થાપ ખવરાવી છે?’ જવાબમાં સુશીલાએ મને કહ્યું કે, ‘સાચી વાત છે, મારા બ્રહ્માજી ! પણ હવે તો હું તમને એક પણ કારણ આપવા બંધાયેલી નથી. હું હૈયાફૂટી નથી, એટલું જ ફક્ત તમને કહું છું. બાકી સુખલાલ પર મને વહાલ ઉત્પન્ન થવાનાં કારણો માગનાર તમે કોણ? બસ, કશા કારણ વગર શું હું કોઈને ચાહી ન શકું? આથી વધુ કાંઈ ખુલાસો મારે તમને કરવાનો નથી. બધી વાતનાં કારણ ! બસ કારણો ! ને એ કારણો પાછાં અમારે તમને સૌને કહેવાનાં - કેમ?’

આવો કરુણ ફેજ લઈને હું સુશીલા પાસેથી પાછો ફર્યો છું. ગરમ મિજાજ કરવાનો હવે તો એને હક છે, કેમ કે મારા હાથમાંથી વછૂટી ગઈ છે.

બીજો એકરારઃ વિજયચંદ્રની પાછલાં પ્રકરણો માંહેની નવેસર

બનાવટ મને પોતાને નથી ગમી, પણ ફેરફાર કરવા માટેની મથામણ નિષ્ફળ ગઈ છે; લખ્યું તે અણલખ્યું થઈ શક્યું નથી.

આ વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ જ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. તેમની સૌની કલ્પનાને હું પૂરો ન્યાય આપી શક્યો છું કે કેમ એ વિચારે ધ્રુજારી પણ અનુભવું છું. પણ તેમાંના જેમને જેમને આ વારતા ‘સમોરતં શુભ લગ્નં આરોગ્ય ક્ષેમં કલ્યાણં’ કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું જ યાદ આપું છું કે ‘વેવિશાળી’ની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ ન જ કરી શકાય. ‘વેવિશાળ’ની વાર્તાએ વેવિશાળનો જ પ્રસ્ફોટ કરીને ચૂપ થવું ઘટે છે.

રાણપુરઃ ઉત્તરાયન, 1995 [સન 1939]
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

સામાન્ય વાચકો તેમ જ વિવેચકો, બંનેએ આ વાર્તાને સરખા પ્રેમથી વધાવી લીધી છે. એ ચિત્ર ખાસ કાઠિયાવાડના સમાજ-જીવનનું હેવા છતાં – અને પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીએક ખાસિયતો તળપદી કાઠિયાવાડી છતાં - ગુજરાતીઓ સમસ્તને એમાં રસ પડ્યો છે, એ મને અનેકના પરિચયથી જાણવા મળ્યું છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ?

રાણપુરઃ જ્યેષ્ઠી પૂર્ણિમા, 1998 [સન 1942]

ક્રમ
નિવેદન . . . . . [5]

1. સાસરિયાની ધમકી 3
2. 'પીલી જોઈએ' 7
3. પહેલું મિલન 11
4. વિજયચંદ્રનું વ્યક્તિત્વ 22
5. ઇસ્પિતાલમાં 27
6. નર્સ લીના 31
7. પરોણો આવ્યો 40
8. શૂન્ય ઘરની બે સહિયરો : ભાભુ અને ભત્રીજી 44
9. *બિછાનાની સમસ્યા 49
10. જુવાન પુત્રીની આફતમાંથી 54
11. ખાલી પડેલું બિછાનું 57
12. ખુશાલભાઈની ખોપરી 66
13. કામે લાગી જા 75
14. બંગલી પરની વાતો 78
15. ભાભુનું ગુપ્ત ક્રંદન 82
16. બોલ્યું ચાલ્યું માફ કરજો 88
17. તાલીમ શરૂ થાય છે 96
18. નહીં છોડું 108
19. લીનાને ઘેર 112

20. ઉલ્કાપાત 119
21. આ સવારી ક્યાંથી? 125
22. ૨૨. સાણસામાં સપડાયા 136
23. ૨૩. પહેલી ચકાસણી 147
24. ૨૪. સસરાનું ઘર 159
25. ૨૫. મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી 168
26. અનુકંપાની પહેલી સરવાણી 179
27. બેવકૂફ કોણ? 184
28. દુઃખનું સમૂહભોજન 189
29. પત્નીની જમાદારી 193
30. 'સાહેબજી!' 200
31. દિયર અને ભોજાઈ 206
32. કજિયાનો કાયર 212
33. વિજયચંદ્રનો વિજય 219
34. 'ભલે આવતા!' 224
35. ભાભુનું લગનશાસ્ત્ર 228
36. 'આજની ઘડી રળિયામણી' 237
37. 'મારી લાડકી' 244

ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય જીવન . . 252
મેઘાણી - સાહિત્ય  . .  . 255

વેવિશાળ
 

આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.