← મનની મહોટાઈ બીરબલ અને બાદશાહ
અવગુણ ઉપર ગુણ
પી. પી. કુન્તનપુરી
દીકરાની વાત માએ કબુલ રાખી →


વારતા ઓગણોતેરમી
-૦:૦-


અવગુણ ઉપર ગુણ
-૦:૦-

પર નરની જે પીડા, જાણે જન તે છે જગમાં વારૂ,
છીદ્ર ન પેખે છળથી, વડપણ ધારી સદા ચહે સારૂં.

એક દીવસની સાંજે શાહ સુલતાન હજરત નીજામુદીન ઓલીઆની દરગાહમાં બંદગી કરવા માટે ગયો હતો. દરગાહના દરવાજામાં દાખલ થતાંજ, ત્યાં ઉભેલા એકવેષધારી ફકીરે શાહને દવા આપી હાથ મેળવવા હાથ લાંબો કીધો. શાંઇહે અપમાન ન થાય તેટલા માટે શાહે પણ હાથ લાંબો કરી મેલાવ્યો. બંને જણ એકમેકનો હાથ પકડી દરગાહમાં અરસપરસની વાતો કરતા ચાલ્યા. જ્યારે શાહને વાતોમાં તલ્લીન થયેલો જોઇને તે ફકીરે ધીમેથી હાથ ચાલાકી કરી શાહના હાથમાંની અમુલ્ય હીરાની વીંટી પસાર કરવાનો પ્રયત્ન ચલાવ્યો. પણ તે પ્રયત્નમાં તે નીષ્ફળ નીવડવાથી નીરાશ પામી તે વેષધારી ફકીર છપાંચ ગણી ગયો, શાહ પણ દર્શન કરી પોતાને મેહેલે ગયો. અને નોકરોને બોલાવી એક હજાર રૂપીઆ આપી તે વેષધારી ફકીરના ચહેરા વગેરેની નીશાની આપી દરગાહમાં જઇ તે ફકીરને શોધી કાઢવાનો હુકમ કરયો. તે મુજબ નોકરોએ બહુ તપાસ ચલાવી પણ તેઓની શોધમાં ન મળવાથી નોકરો પાછા આવી સઘળી હકીકત શાહને કહી. તેથી શાહ અફસોસ કરવા લાગ્યો કે " અરેરે ! બિચારો ગરીબ સાંઇએ વીંટી કાઢવા પુષ્કળ યત્ન આદરયું. પણ તેમાં નિરાશ થયો અને તેની દુખાવસ્થા વીચારી ગુજરાન થવા યોગ્ય રકમ મોકલાવી ત્યારે તેનો પતો લાગ્યો નહીં; જો બીજે ઠેકાણે એનો હાથ ભરાયો હોત તો મારી અંગુઠી કહાડી લેવા યત્ન આદરતજ નહીં. કેમકે જે ચોર બદમાસને શીક્ષા કરનાર અત્યારે હું વિદ્યમાન છું છતાં તે શિક્ષાનો પણ ભયે ના રાખતાં મરવુંજ આદરી ખુદ મારી અંગુઠી કાહાડી લેવા હીમ્મત ભીડી શાબાશ છે તેની હીમ્કાતને ! પરંતુ મને એજ લાગી આવે છે કે એની દયામણી દયા મારા જાણવામાં આવ્યા છતાં તે દુઃખીજ રહ્યો ? ત્યારે હવે એ કેવા પ્રકારે સુખી થશે ? અર્થાત હવે કોની યાચના કરશે ? કિંવા કોણ તેનું દુઃખ હઇયે ધરશે ?

સાર--ફકીરના અપરાધ પર કોપ ન બતાવતા, તેની હીંમત પર ફીદા થઇ તેની ગરીબાઇ તરફ નજર દોડાવી કેવી ઉદારવૃત્તી બતાવી. ધન્ય છે એવા બુદ્ધિવાન રાજાઓને ?

-૦-