બીરબલ અને બાદશાહ/સમસ્યા સમજવી સહેલ નથી

← સોબત તેવી અસર બીરબલ અને બાદશાહ
સમસ્યા સમજવી સહેલ નથી
પી. પી. કુન્તનપુરી
અધર લટકતો મહેલ →


વારતા ઓગણાએશીમી
-૦:૦-


સમસ્યા સમજવી સહેલ નથી
-૦:૦-

સમસ્યા સમજવી સહેલ નહી, પણ બ બહુ મુશ્કેલ.

એક સમય પ્રાતઃકાળે શેહેનશાહ અકબર યુમના નદીના કીનારા ઉપરના રાજમહેલના ઝરોખામાં બેસી નદીના ઘાટ-જળ તરંગ અને મનુષ્યોની રમુજ જોતા હતા તે વખતે એક નવ યોવના સુંદર મનોહર સ્વરૂપવંત સ્ત્રી જમનાના ઘાટ ઉપર એક બારીક સ્વેત વસ્ત્ર પેહરી અન્ય વસ્ત્રો ધોઈ યુમનાના જળમાં સ્નાન કરી બાહાર આવીને વખતે પલળી ગયેલું ચીર શરીર સાથે સંલગ્ન થઈ ગયું હતું અને માથાની વેણી છુટેલી હતી તેથી ને ભીજેલી વેણીને બન્ને હાથ વડે સુધારી ઝાટકી બન્ને સ્તનો ઉપર રાખી વસ્ત્ર બદલતી તે છબીની છટા જોઇ શાહે એક ઇંદ્રવીજય છંદના ચોથા ચરણનું અરધ ચર્ણ બનાવ્યું અને ત્યાર પછી જ્યારે કચેરીમાં પધાર્યા ત્યારે સર્વ મુત્સદી વર્ગ કિંવા અમીર ઉમરાવ અને નવ રત્નો વગેરેને પુછ્યું કે ' નીકસ્યો રવી ફોડી પાહાડકી નાઇ' એટલે શું ? આ પાદ પુરતી સમસ્યા જલ્દીથી પુરણ કરી આપો." આ પ્રમાણે શાહનું પ્રશ્ન સાંભળી સર્વે કોઇ પોત પોતાની મતી અનુસાર પાદ પુરતી કાવ્ય બનાવ્યા પરંતુ જે તાદ્રસભાવ આવવો જોઇએ તે કોઇના કાવ્યમાં આવેલો નહોતો, છેવટે બીરબલને તે પાદ પુરતી માટે પુછ્યું ત્યારે બીરબલ બોલ્યો કે:-

રાત સમૈ રસ કેલી કીયો આલી ભોર ભય ઉઠ મંજન ધાઇ,
નીરકે છીરમે દે ડુબકી યમુના જલમે-જેસે ચંદનકી છાઇ;
તે ડુબકી જલસે ઉસકી ઉભરી અલકે મુખ ઉપર આઇ.
દોઉ કર કેશ સંવાર લીયો નીકશો રવી તોડ પાહાડકી ભાઇ.

યમુનાના કીનારા ઉપર શાહે જે સ્ત્રીના દેખાવ વીષેની સમસ્યા ગોઠવી હતી તેજ તમામ બીના ઉપરની કવીતામાં સમાયેલી જોઇ શાહ અત્યંત ખુશી થયો અને અમુલ્ય શીરપાવ બક્ષ્યો.

ભાગ આઠા સમાપ્ત


-૦-