બીરબલ અને બાદશાહ/સમો વરતે તે સાવધાન

← તર્કશક્તિની ચમત્કૃતિ બીરબલ અને બાદશાહ
સમો વરતે તે સાવધાન
પી. પી. કુન્તનપુરી
પાપનો પ્રકાશ →



વારતા પંદરમી
-૦:૦-
સમો વરતે તે સાવધાન
-૦:૦-

એક દીવસે બાદશાહે બીરબલને પુછ્યું કે, 'અહો ! દાનેશમંદ બીરબલ ! ચાડી કરનાર શી શીક્ષાને લાયક છે ? બીરબલે પોતાની ચાડી કરનારાઓનો ઘાટ ઘડવાનો દાવ આવેલો જોઇ બોલ્યો કે, 'એવા ચાડીઓના નાક કાન કાપી નાખવાની શીક્ષા લાયક છે ?' બીરબલનો આવો જવાબ સાંભળી બાદશાહે કહ્યું કે, 'તેં જે કહ્યું તે ઠીક છે. તે ચાડી કરનારાઓ પોતાના સ્વાર્થ માટે, બીજાનું બુરૂં કરવા અધમ બની કાનમાં આવી પારકી આડી અવળી વાતો ભેરવે છે માટે તેના નાક કાન કાપી નાંખવામાં આવે તો બેશક તેઓ તેમ કરતા અટકે એમાં જરા પણ શક નથી.

સાર--પોતાની પુંઠે પડેલા દુશ્મનનું વેર લેવાનો સમય આવતાં કદી પણ ચુકવું નહીં.

-૦-