બીરબલ વિનોદ/કોને કોને ધિક્કાર છે !

← મીણનો શાહઝાદો બીરબલ વિનોદ
કોને કોને ધિક્કાર છે !
બદ્રનિઝામી–રાહતી
બેટા રોતા થા →


વાર્તા ૧૪૫.

કોને કોને ધિક્કાર છે?

એક દિવસે બાદશાહે સવાલ કર્યો કે “ બીરબલ ? કોને કોને ધિક્કાર છે ?”

બીરબલે હાથ જોડી કહ્યું “હુઝૂર! નગરના પટવા- રીને, હાડકાંના વહેપારીને, જુગારના ખેલાડીને, કંગાળની સરદારીને, ઘરડાની ઝિનાકારી (પરસ્ત્રી સંસર્ગ)ને, હાકિમોની રિસ્તેદારી (સગાઈ સંબધો)ને, મૂર્ખની મિત્રાચારીને, નીચની દિલદારી (પ્રેમ)ને, કટાયલી કટારીને, ખરાબ સડક ઉપર બળદગાડીની સવારીને, ભૂખી-લૂખી સરદારીને, શિયાળના શિકારીને અને કુલટા નારીને ધિક્કાર છે.” બાદશાહે બીરબલના આ ચાતુર્ય પૂર્ણ ઉત્તરથી અત્યંત પ્રસન્ન થઈ ભારે ઈનામ આપ્યું.