← આન પડી હે બીરબલ વિનોદ
ખુશ કે નાખુશ
બદ્રનિઝામી–રાહતી
સોયા સો ચૂકા  →


વાર્તા ૧૩૩.

ખુશ કે નાખુશ.

એક દિવસ બાદશાહે પૂછયું “ બીરબલ! રમઝાન ખુશી થઈને જાય છે કે નાખુશ? !” બીરબલ બોલ્યો “હુઝૂર! ખુશ થઈને જાય છે.” બાદશાહે પૂછયું “કેવી રીતે ?! બીરબલે ઉત્તર આપ્યો “ જહાંપનાહ! જો ખુશ થઈને ન જતો હોય તો દર વર્ષે વગર બોલાવ્યે શા માટે આવે ?

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.