બીરબલ વિનોદ/જેવું કર્મ તેવું ફળ
← બીરબલ પારસ છે | બીરબલ વિનોદ જેવું કર્મ તેવું ફળ બદ્રનિઝામી–રાહતી |
ઉત્તમ જળ કઇ નદીનું? → |
વાર્તા ૭૩.
જેવું કર્મ તેવું ફળ..
બાદશાહે એક પ્રસંગે બીરબલ જોડે સંસારિક વિષયો ઉપર વાર્તાલાપ કરતાં પૂછ્યું “બીરબલ ! સંસારમાં કોઈ રાજા મહારાજા અને ધનવાન છે તેમજ કોઈ ગરીબ મુફલિસ કંગાલ છે, એનું શું કારણ?”
બીરબલે ઉત્તર આપતાં કહ્યું “નામદાર ! એતો:-
રામ ઝરોખે બેઠકે, સબકા મુજરા લેત;
જેસી જાકી ચાકરી, વેસા વાકો દેત.
આ દુહો સાંભળી તેમજ તેના ગંભીર આશયને જાણી બાદશાહ બહુજ ખુશ થયો.