બીરબલ વિનોદ/બીરબલ પારસ છે
← બાદશાહ બન્યો | બીરબલ વિનોદ બીરબલ પારસ છે બદ્રનિઝામી–રાહતી |
જેવું કર્મ તેવું ફળ → |
વાર્તા ૭૨.
બીરબલ પારસ છે.
એક પ્રસંગે ઈરાનનો શાહઝાદો અકબરને મળવા આવ્યો હતો, ત્યારે તેણે બાદશાહને પૂછ્યું “શું આપની પાસે પારસમણિ છે?” બાદશાહે તરતજ બીરબલનો હાથ પકડી કહ્યું “ આ રહ્યું પારસમણિ ! ! ” અને તત્કાળ આ દુહો કહ્યો:—
ઉદ્યમસે લક્ષ્મી મિલે, મિલે દ્રવ્યસે માનઃ
દુર્લભ પારસ જગત્મેં, મિલનો મીત સુજાન.
અર્થાત્ ઉદ્યમથી લક્ષ્મી મળે, દ્રવ્ય માન અપાવે; પરંતુ આ જગત્માં દુર્લભ પારસ તો સુજાણ મિત્રનેજ કહી શકાય.
ઈરાની શાહઝાદો એ જવાબ સાંભળી બોલ્યો “ ખચિત્ આપે સત્ય કહ્યું.”