બીરબલ વિનોદ/તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડશે.

← આપ જગત્‌પિતા છો. બીરબલ વિનોદ
તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડશે.
બદ્રનિઝામી–રાહતી
હું એને ભૂલી ગયો →


વાર્તા ૧૧૦.

તમને પણ મારી આજ્ઞામાં રહેવું પડશે.

એક દિવસે અબુલ ફઝલે બાદશાહની રૂબરૂમાં બીરબલને કહ્યું “બીરબલ ! તમને આજથી બાદશાહે કૂતરાઓના અફસર નીમ્યા છે.”

બીરબલે તરત જ ઉત્તર આપ્યો “ઘણું જ સારું થયું, કેમકે હવે તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડેશે.”

આ પ્રત્યુત્તર સાંભળતાંજ બાદશાહ હસી પડ્યો અને વઝીર ઘણો જ શરમિંદો થઈ ગયો.