બીરબલ વિનોદ/હું એને ભૂલી ગયો

← તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડશે. બીરબલ વિનોદ
હું એને ભૂલી ગયો
બદ્રનિઝામી–રાહતી
સૂર્ય પશ્ચિમમાં કેમ
સંતાય છે?
 →


વાર્તા ૧૧૧.

હું એને ભૂલી ગયો.

એક દિવસ બાદશાહે કહ્યું “બીરબલ ! તમારી સ્ત્રી અતિ સ્વરૂપવાન છે?”

એ સાંભળતાંજ બીરબલે તરત ઉત્તર આપ્યો “હુઝૂર! હું પણ એમજ સમજતો હતું, પરંતુ જ્યારથી મ્હેં બેગમ સાહેબને જોયા છે, ત્યારથી હું એને ભૂલી ગયો છું.”

બાદશાહ આ ઉત્તર સાંભળી ખુશ પણ થયો તેમ લજ્જિત પણ થયો.