← આ સડક ક્યાં જાય છે? બીરબલ વિનોદ
દાદએ હુઝૂરસ્ત
બદ્રનિઝામી–રાહતી
સંસારમાં પુરુષો વધારે કે સ્ત્રીઓ? →


વાર્તા ૪૫.

દાદએ હુઝૂરસ્ત.


એક દિવસે બાદશાહ અને બીરબલ પોતપોતાના ઘોડાઓ ઉપર સ્વાર થઈ ફરવા નીકળ્યા. માર્ગમાં બાદશાહે બીરબલને કહ્યું “ઈં અસ્પે પિદરે શુમાસ્ત ?” ( આ ફારસી વાક્યના બે અર્થ લઈ શકાય. એક તો એકે " આ ઘોડો તમારા પોતાનો છે ?" અને બીજો અર્થ અસ્પે ને બદલે અસ્પ કહેતાં “આ ઘોડો તમારો બાપ છે ?” એવો થાય છે). બીરબલ બાદશાહની મતલબ સમજી ગયો હતો એટલે તેણે પણ એજ દ્વીઅર્થી ઉત્તર આપ્યો કે “ દાદએ હુઝૂરસ્ત” અર્થાત્ “આપનો આપેલો છે” અથવા “આપનો દાદા-પિતામહ-છે.” બાદશાહ આ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો.