બીરબલ વિનોદ/સંસારમાં પુરુષો વધારે કે સ્ત્રીઓ?
← દાદએ હુઝૂરસ્ત | બીરબલ વિનોદ સંસારમાં પુરુષો વધારે કે સ્ત્રીઓ? બદ્રનિઝામી–રાહતી |
તંબાકુ ગધા નહીં ખાતા → |
વાર્તા ૪૬.
સંસારમાં પુરૂષો વધારે કે સ્ત્રીઓ ?
એક દિવસ બાદશાહ અને બીરબલ શાહી મહેલમાં બેઠા બેઠા વાત કરતા હતા. બેગમ પણ ત્યાંજ હાઝર હતી. વાત પરથી વાત નીકળતાં બેગમે પૂછ્યું “કવિશ્રી ! સંસારમાં પુરૂષો વધારે કે સ્ત્રીઓ ?”
બીરબલે તરતજ જવાબ આપ્યો “હુઝૂર ! સ્ત્રી પુરૂષ સરખી સંખ્યામાં જ છે, પરંતુ (ત્યાં ઉભેલા એક ખાજાસરા તરફ આંગળી બતાવી ) આ લોકોએ હીસાબમાં ભારે ગોંટાળો કરી મૂક્યો છે. જો સ્ત્રીઓની સંખ્યા ગણવામાં આવે, તો આ લોકો સ્ત્રીઓ તરીકે પેસી જાય છે અને જો પુરૂષોનું વસ્તીપત્રક બનાવવામાં આવે, તો પુરૂષ તરીકે પોતાને ઝાહેર કરે છે.”
આ જવાબ સાંભળી બાદશાહ અને બેગમ બન્ને ખુશ થયા અને ખોજો બીચારો લજ્જિત બની ત્યાંથી ચાલતો થયો.