બીરબલ વિનોદ/બીરબલની પુત્રી
← ઉંટની ગરદન વાંકી કેમ? | બીરબલ વિનોદ બીરબલની પુત્રી બદ્રનિઝામી–રાહતી |
મીણનો શાહઝાદો → |
એક ઉત્સવ પ્રસંગે બાદશાહને ત્યાં બીરબલના મકાનના બધા માણસોને મહીના સુધી મહેમાન રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન એક દિવસ બીરબલની પુત્રી સ્નાનાગારમાં સ્નાન કરવા માટે ગઈ. એટલામાં અકબર ત્યાં અચાનક આવી ચઢયો અને તેના કપડાં સંતાડી એક ખૂણામાં જઈ બેઠો.
બીરબલની પુત્રી જ્યારે સ્નાન કરી બહાર નીકળી તો જોયું કે કપડાં ગેબ ! ! તેણે આસપાસ નઝર ફેરવી તો બાદશાહને પેલાં કપડાં સાથે ખૂણામાં બેઠેલો દીઠો, એટલે તેણે પોતાના સ્તન બંને હાથથી ઢાંકી લીધા અને બાદશાહ પાસે ચાલી ગઈ અને કપડાં માગ્યાં.
બાદશાહને એ પ્રકાર વિચિત્ર જણાતાં તેણે પૂછ્યું “ આ, શું કર્યું?”
છોકરીએ તરતજ ઉત્તર આપ્યો “ધર્માવતાર ! મારું આખું શરીર આપે મ્હારી બાળવયમાં જોયું છે, કેમકે હું આપના હાથોમાંજ ઉછરી છું; પરંતુ આપે મ્હારા સ્તન જેયાં ન હતાં એટલે માત્ર એમને જ ઢાંકવાની જરૂર હતી.”
આ ઉત્તર સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને ઘણું ઈનામ આપી કહેવા લાગ્યો “ખરેખર, માબાપનાં લક્ષણ બાળકોમાં પણ પ્રવેશે છે.”