બીરબલ વિનોદ/બે માસનો એક માસ
← અક્કલથી ઇશ્વરને ઓળખવો | બીરબલ વિનોદ બે માસનો એક માસ બદ્રનિઝામી–રાહતી |
બહાદુર છતાં બ્હીકણ → |
વાર્તા ૫.
બે માસનો એક માસ
એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! આજથી અમે બે મહીનાનો એક મહીનો મુકરર કર્યો છે.” બીરબલે કહ્યું “જહાંપનાહ ! ત્યારે તો ઘણી જ મજાહ પડશે, કેમકે એક માસ સુધી ચાંદરણું રહેશે ? ! ” બાદશાહ આ જવાબથી ઘણોજ લજ્જિત થયો.