બીરબલ વિનોદ/રોગનું મૂળ ખાંસી ને વિનાશનું મૂળ હાંસી
← માનો ચંદકો છીર કસુંબ ચુવાયો | બીરબલ વિનોદ રોગનું મૂળ ખાંસી ને વિનાશનું મૂળ હાંસી બદ્રનિઝામી–રાહતી |
ચારે ગુણ સ્ત્રીમાં → |
વાર્તા ૩૧.
રોગનું મૂળ ખાંસી ને વિનાશનું મૂળ હાંસી.
એક પ્રસંગે બાદશાહે બીરબલને કહ્યું “ કવિરાય ! આજ રાત્રે મેં એવું તો આશ્ચર્યજનક સ્વપ્ન જોયું કે જાણે હું અત્તરના હોજમાં પડી ગયો હતો અને તમે મળમૂત્રના હોજમાં પડી ગયા હતા."
શાહનું આ પ્રમાણેનું ઉપહાસ્ય યુક્ત બોલવું સાંભળી બીરબલ બોલી ઉઠ્યો “ નામદાર! મેં પણ આજે રાત્રે એવા જ પ્રકારનું એક સ્વપ્ન જોયું, પરંતુ તેમાં વિશેષતા માત્ર એટલી જ હતી કે હું આપના શરીરને ચાટતો હતો અને આપ મારા શરીરને ચાટતા હતા.” બીરબલનો આ દંતભંજક પ્રત્યુત્તર સાંભળી બાદશાહ તો ચુપજ થઈ ગયો.