બીરબલ વિનોદ/સ્વર્ગ અને નર્કના અધિકારી

← કઈ ઋતુ સારી? બીરબલ વિનોદ
સ્વર્ગ અને નર્કના અધિકારી
બદ્રનિઝામી–રાહતી
થોડું ઘણું →


વાર્તા ૩૫.

સ્વર્ગ અને નર્કના અધિકારી.

એક પ્રસંગે બાદશાહે પૂછયું “બીરબલ ! સ્વર્ગમાં કોણ જાય છે અને નર્કને કોણ પ્રાપ્ત કરે છે?” બીર- બલે તરતજ જવાબ આપ્યો “નામદાર ! જેના મૂવા પછી લોકો તેના વખાણ કરે તે સ્વર્ગે જાય અને જેની નિંદા થાય તે નર્કમાં જાય.”

આવો સચોટ ઉત્તર સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.