બીરબલ વિનોદ/હુઝૂર ! ગધે આતે હૈં ?

← ઉત્તમ જળ કઇ નદીનું? બીરબલ વિનોદ
હુઝૂર ! ગધે આતે હૈં ?
બદ્રનિઝામી–રાહતી
સમશ્યા પૂર્તિ →


વાર્તા ૭૫..

હુઝૂર ! ગધે આતે હેં ?!

એક દિવસ બાદશાહે બીરબલને કોઈ વેશ ભજવવાનું કહ્યું. બીરબલે તે વાત કબુલ રાખી. ઘેર જઈ તેણે કુંભારનો વેશ લીધો અને ગધેડાને ડફણાં મારતો બાદશાહના મહેલ તરફ લઈ ગયો. બાદશાહ તે પ્રસંગે બગીચામાં પોતાની બેગમ સાથે બેઠો હતો એટલે લાગ જોઈ બીરબલે ગધેડાને બગીચામાં પેસાડી દીધો. સીપાહીઓ દોડી આવે તે પહેલાં તો બાદશાહ બોલી ઉઠ્યો “એ ગધેડા વાલા ! અહીં કેમ આવે છે, બાજુએ ચાલ્યો જા.” બીરબલે હસીને કહ્યું “હું તો પ્રથમથી જ કહું છું કે હુઝૂર ગધેડો આવે છે ? !”

આ જવાબ સાંભળી બાદશાહ બહુજ શરમાયો અને બીરબલના વેશના વખાણ કરવા લાગ્યો.