ભટનું ભોપાળું/પરિચય
ભટનું ભોપાળું પરિચય નવલરામ પંડ્યા |
અંક ૧: પ્રવેશ ૧ → |
આનંદચંદા
અથવા
ભટનું ભોપાળું
ને
પ્રેમનું પ્યાલું
(હાસ્યરસપ્રધાન નાટક)
અથવા
ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા
કેટલીક નઠારી રૂઢીયોનું
રમુજી ચિત્ર
(ફ્રેન્ચ મોલિયેરના નમુના ઉપરથી.)
લેખક
નવલરામ પંડ્યા
(૧૮૬૭)
નાટકપાત્ર
પુરૂષો.
શેઠ નથ્થુકાકા ..... ફરીથી પરણવા નીકળેલો એક પૈસાદાર ડોસો
ઝુમખાશાહ ...... ચંદાનો લોભી બાપ
વસનજી દેશાઈ........ ગામનો પટેલ
છગનલાલ અથવા આનંદલાલ ...... ચંદાનો પહેલાં જેની સાથે વિવાહ કીધો હતો તે
ભોળાભટ ....... એક ખેડૂ બ્રાહ્મણ
કમાલખાં...... નથ્થુકાકાનો સીપાઈ
હરિયો ..... નથ્થુકાકાનો ચાકર
સ્ત્રિયો
ચંદા...... ઝુમખાશાહની કુંવારી જુવાન છોકરી
કુંવર દેશાણ..... વસનજી દેશાઈની ધણીયાણી
શિવકોર..... ભોળાભટની ધણીયાણી
સ્થળ – સુરત જીલ્લાનું એક ગામડું