← પોષ માસ ભડલી વાક્ય
મહા માસ
ભડલી
ફાગણ માસ →


માઘ માસ

મા'જો પડવે ઉજળો, વાદળ વાયુ બેય;
તેલ અને સરશવ ખરે, અતિશે મોંઘાં કે'ય. (૨૪)

મા' અજવાળી બીજ દિન, વાદળ વિજળી હોય.
તો ભાખે ભડળી ખરૂં, અન્ન મહારગા હોય. (૨૫)

અજવાળી ત્રિજને દિને, વાદળ વિજળી પેખ;
ઘઉં જવનો સંગ્રહ કરો, મોંઘું હશે જ દેખ. (૨૬)

મહા ઉજળી ચોથનો મેહ વાદળો હોય;
___ નાળિયેર બેઉ એ, મોંઘા સાચે જોય. (૨૭)

______ અજવાળી દિને, વાયુ ઉત્તર વાય;
______કે ભાદ્રવો, જળવિણ કોરો જાય. (૨૮)

મહા માસમાં ન પડે સીત, મોંઘુ જાનો અન્ન ખચીત;
પંચ હોય મા'માં રવિવાર, તો જોશી તું કાળ વિચાર. (૨૯)

અજવાળી છઠ મા' તણો, વાર હોય જો ચંદ્ર;
તેલ ઘીજ સાંધુ નહીં, ભાવે સાચો છંદ. (૩૦)

ગાજે નહિં મા' છઠ દિને, મોંઘો હોય કપાસ;
સાતમ દેખો નિર્મળી, તો નવ સારી આશ. (૩૧)

મહા સુદી જો સપ્તમી, સુર્ય નિર્મળો હોય;
ભડળી ભાખે એમ જે જળ વિણ પૃથ્વી જોય. (૩૨)

સપ્તમિ મા' ની ઉજળી, વાદળ મેઘ કરંત;
અશાડમાં ભડળી કહે, ઘણો મેઘ કરંત; (૩૩)

મા' સુદી જો સપ્તમી, હેમ વીજળી હોય;
વરસે ચ્યારે માસમાં, શોચ કરો નવ કોય. (૩૪)

મહા સુધી હો સપ્તમી, સોમવારિ દિસંત;
કાળ પડે રાજા લઢે, નર સઘળાજ ભમંત. (૩૫)

મા' જો સાતમ ઉજળી, આઠમ વાદળ હોય;
અશાડમાં તો ધુળિયા, વરષા જોશી જોય. (૩૬)

ચંદ્ર આઠમે નિર્મળ હોય, વાદળમાં સૂરજ જો જોય;
તો ના'સે રાજા ભય લેવ, એમ કહે જોશી સે'દેવ. (૩૬)

મા' ની નવમી નિર્મળી, તો સુધો અષાડ;

કણ વેચી પોતૂ કરી, ભડળી કૈ દુખ કાડ. (૩૮)

અથવા નવમી નિર્મળી, વાદળ કરે વિયાળ;
ભાદરવે જળ આવશે, સરવર ફાટે પાળે. (૩૯)

અથવા નવમી નિર્મળી, વાદળ રેખ ન જોય;
તો શ્રાવણ સૂકો જશે, મેહ બુંદ નવ હોય. (૪૦)

મા' નવમીનો ચંદ્રમા, મંડળ સહીતો વાસ;
અશાડમાં તો વરશસે, મૂકિશ નવ નિશ્વાસ. (૪૧)

વાદળ મા; સુદિ પુનમે, ઝાઝા પો'રજ હોય;
ચોમાસાના ચ્યારમાં, ક્રમથી મેઘા જોય. (૪૨)

મહા સુદી પૂનમ દિને, ચંદ્ર નિર્મળો હોય;
પશુ વેચો કણ સંગ્રહો, કાળ હળાહળ સોય. (૪૩)

મા' અંધારી સાતમે, મેઘવેજ ચમકંત;
માસે ચ્યારે વરસશે, ન કરો કોપણ ચંત (૪૪)

અંધારી નવમી મહા, મૂળ અર્ક જોવાર,
ભાદરવા નવમી વદી, વરસે જળ નિરધાર (૪૫)

અમાસ વાદળું હોય તો, કઈ ભાતે વેચાય;
ભાદરવાની પૂનમે, ચ્યાર પો'ર વરસાય. (૪૬)


શ્રેણી:ખૂટતા શબ્દો