ભડલી વાક્ય/ફાગણ માસ
← મહા માસ | ભડલી વાક્ય ફાગણ માસ ભડલી |
ચૈત્ર માસ → |
ફાલ્ગુન માસ
ફાગણને પડવે વળી, સતભીષા કઈ હોય;
તો તો કાળ પડે નકી, કહે સકાળ ન કોય. (૪૭)
ફાગણ સુદની સપ્તમી, આઠમ નુમ ગાજંત;
અમોવાસિયા ભાદ્રવી, વરષા તો વરસંત. (૪૮)
હોળી દિનનો કરો વિચાર, શુભ અને નવ શુભ ફલસાર.
પશ્ચીમનો વાયૂ જો વાય, સમય એજ સારો કે'વાય. (૪૯)
વાયૂ હો પુર્વેનો થાય. કોરોને કઈ ભીનો જાય;
દક્ષિણ વાયૂ ધનનો નાશ, એ સમેયે નવ નિપજે ઘાસ. (૫૦)
ઉત્તરનો વાયૂ બહુ હોય, પૃથ્વિ પર પાણી બહુ જોય;
જો વમ્ટોલે ચ્યારે વાય, પ્રજા દુઃખમાં ઝરે રાય (૫૧)
જો વાયૂ આકાશે જાય, પૃથ્વિ રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. (૫૨)
ફાગન વદિ જો બીજ, વાદળ હોય ન વીજ;
વરસે શ્રાવણ ભાદ્રવો, સાધો ખેલો ત્રીજ. (૫૩)
મંગળ વારિ અમાંસને, ફાગણ ચેતી જોય;
પશુ વેચો કણ સંગ્રહો, પોસ દુકાળો હોય. (૫૪)
શુક્ર અસ્ત જો હોય વળિ કદિ પણ ફાગણ માસ;
ભડળી હું કહું છું તને, કણબી ન પિયે છાશ. (૫૫)
પાંચ મંગળો ફાગણે, પોસ દુકાળો હોય;'
કાળ પડે ભડળી કહે, વિરલા જીવે ધાર. (૫૬)