← ફાગણ માસ ભડલી વાક્ય
ચૈત્ર માસ
ભડલી
વૈશાખ માસ →


ચૈત્ર માસ

તિથી વધે તો ત્રન વધે, નક્ષત્રે બહુ ધાન;
યોગ વધે તો રોગ બહુ, પે'લે દિન એ માન (૫૭)

ચૈત્ર દશ નક્ષત્ર જો, વાદળ વિજળી હોય;
ભડળી તો એમજ ભણે, ગર્ભ ગળ્યા સૌ કોય (૫૮)

રેવે પાની ખરભડે, મૃગશિર વાયૂ વાય;
જેટલુ આવે પુનર્વસુ, એટલુ અન વેચાય. (૫૯)

અજવાળી પખ ચૈત્રજ ભાખ, આઠ દિવસ વરસંત રાખ;
નવમીને દિન વિજળી હોય, કાળ હળાહળ દેશે જોય (૬૦)

અખાછપ્પાયની ચાલ

ચૈત્ર સુધી ભરણી જો હો જેઠ માસ મૃગસરંત
જેટલું નક્ષત્ર વ્રત્યુ જાય શેર એટલા એ અન વેચાય (૬૧)

ચૈત્રી બોળી પંચમી વરખા કૈં કાં વીજ;
સાતમે શ્રાવણ હરે, નામે ભાદર લીજ. (૬૨)

પૂનમ દિન પડઘા પડે કોરા ચારે માસ;
ભદળી હું તુજને કહું, જીવ્યાની શી આશ ? (૬૩)

પંચમ રોહણિ સપ્તમ અરૂઢ, નામે પુષચિત્રા પુનચંદ્ર
ચૈત્ર માંહિ વરસંતા દેખ ગર્ભ શિયાળે વંઠ્યા પેખ. (૬૪)

સુદિની પડવે ચૈત્ર દિન, મેષ થકી નવ દીન,
હું તુજને ભડળી કહું, કશા થકી નવ બી’ન (૬૫)
ચૈત્રી પુનમને દિને બુધુ સોમ ગુરુવાર;
ઘર ઘર હોય વધામણાં, ઘેર ઘેર મંગળા ચાર (૬૬)
ચૈત્ર માસ દશ કૃષ્ણકા, જો કબુ કોરા જાય.;
તો ચોમાસે વાદળાં, ભલી ભાત વરતાય (૬૭)
અમાંશ તે જેટલિ ઘડિ વરતી પત્રામાંય;
ભડળી શેરજ તેટલા, કાર્તિક અન વેચાય (૬૮)
અમાસ વદી ચૈત્રની, રવિ આથમતો જોય;
બીજે બાળો ઉગશે, સમો કહેશે સોય. (૬૯)
ઉત્તર ઉત્તમ ચાલિયો, મધ્યે મધ્યમકાળ
જો ઉગે કદિ દક્ષિણે, પૃથ્વિ પડે દુકાળ (૭૦)

અશ્વનિ ગળતાં અનનો નાશ રેવતિ ગળતાં નવ જળ આશ;

ભરણી ના’સે તૃણથી સહી, વરશે નવ કૃતિકા ને અહીં.
ફાગણિ પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાકો પડવો ગણિ લીજ;
એહુ દીન જો ગાજે મેહ, લાભ સવાયો નહીં સંદેહ. ૭૨
અશ્વ નિગળી ભરણી ગળી, ગળિયાં જેષ્ટા મુળ;
પૂર્વાષાડા ધડકીયાં, ઉપજે સાતે તુલ ૭૩
કૃતિકા તા કારી ગઇ, આર્દ્ર મેહુન ખુર્દ,
તા ભડળી કે’ જાવું, કાળ મચાવે કુદ ૭૪
રાહિણિ માંહી રાહિણિ, એક ઘડી દેખાય;
હાથે ખપ્પર મેદિની, ઘર ઘર ભીંખી જાય, ૭૫
આડદરાવસે નહીં, મૃગશર્ પવન ન જાય;
તાં ભડળી કે' જાણજે, વર્ષા બુંદ ન હાય. ૭૬
મૂલગન્યા રાહિણિ ગળી, આર્દ વાજી જાય;
હુળ વેચેને બળદ પણ, ખેતી લાભ ન થાય.૭૭
મૃગાર વાયુ ન વાયન, તપે ન રહિણી જે;
વીણે ગૌરી કાંકરા, માના બેઠા બેઠ ૭૮