ભદ્રંભદ્ર/અર્પણોદ્ગાર
← પ્રસ્તાવના | ભદ્રંભદ્ર અર્પણોદ્ગાર રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
ગ્રન્થકર્તાની પ્રસ્તાવના → |
અર્પણોદ્ગાર
પગા અમથા કાળા !
- આપ સકલગુણસંપન્ન છો,
- આપ સર્વ ઉપમા યોગ્ય છો,
- આપ રાજમાન રાજશ્રી છો
- શ્રૂયતામ્ શ્રૂયતામ્.
- આપની દૃઢતા અનુપમ છે !
દસમી વાર કેદમાં જતાં પણ આપનું ધૈય ડગ્યું નહિ,
- એક અશ્રુબિંદુ નયનમાંથી પડ્યું નહિ,
- એક નિઃશ્વાસ ઓષ્ઠમાંથી નીકળ્યો નહિ,
- એક રેખા મુખ ઉપર બદલાઈ નહિ,
- આપનો નિશ્ચય ફર્યો નહિ.
- દૃશ્યતામ્ દૃશ્યતામ્
આપની અચળ આર્યતામાં સુધારાનો કદી ઉદ્ભવ નથી. પાંચ હજાર વર્ષ
ઉપર આપના પૂર્વજ હતા તેવા આપ આજ છો.
- ધન્ય !
- એ રીત્યા
- ધર્મની સનાતનતા આપે સિદ્ધ કરી છે,
- ફેરફાર અને ઇતિહાસક્રમ આપે ખોટા પાડ્યા છે,
- એવી નિશ્ચલતા બીજી પ્રજામાં નથી.
- નિશ્ચલતા એ અમારું સર્વસ્વ છે.
- નિશ્ચલતા એ આર્યત્વનું રહસ્ય છે.
- ગૃહ્યતામ્ ગૃહ્યતામ્
- આ પુસ્તક હું આપને અર્પણ કરું છું
- આ પુસ્તક હું આપના કરમાં મૂકું છું,
- આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું.
- ગ્રન્થકર્તા