મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : હિંદીઓનું અયોગ્ય વલણ

← અનુભવ બીજો : જેલ વિશે કેટલીક ફરિયાદ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : હિંદીઓનું અયોગ્ય વલણ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : એક ધર્મ સંકટ  →


હિંદીઓનું અયોગ્ય વલણ.

જેલનાં દુ:ખની એ વાત જોવામાં આવી કે એક વખત કેટલાક હિંદી બેઠા હતા તેવામાં એક કાફર દરોગો આવ્યો, તેણે થોડું ઘાસ કાપવા જવાને બે હિંદીઓની માંગણી કરી. કોઇ થોડીવાર ન બોલ્યું ત્યારે મિ. ઇમામ અબદુલકાદર કાપવા જવા તૈયાર થયા. તેમ છતાં પણ કોઇ તેની સાથે જવાને ન નીકળ્યા. સમુળગા દરોગાને કહેવા લાગ્યા કે ઇમામને ન લઇ જા. આમ કહેવાથી બેવડી ખરાબી થઇ. એક તો દરેકે ઘાસ કાપવા તૈયાર થવાની જરૂર હતી તે તો રહ્યું, પણ જ્યારે કોમનું નામ રાખવાને ઇમામ સાહેબ તૈયાર થયા ત્યારે તેમનો હોહો ખુલ્લો કર્યો. તે ઘાસ કાપવા તૈયાર થયા પણ બીજા કોઇ ન થયા એમ બતાવી આપણી બેશરમી જાહેર કરી.