મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : હિંદીઓ માટે જુદી કોટડીઓ

← અનુભવ બીજો : હિંદીઓ માટે જુદું રસોડું મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : હિંદીઓ માટે જુદી કોટડી
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કોટડી →


હિંદીઓ માટે જુદી કોટડીઓ.

અમે જેલમાં દાખલ થયા ત્યારે સુવાની ત્રણ કોટડીઓ હતી. તેમાં હિંદીઓનો સમાવેશ કર્યો હતો. આ જેલમાં હિંદીઓ અને કાફરા જેલીઓને અલગજ રાખવામાં આવતા હતા.

મરદોની જેલના બે વિભાગ છે. એક યૂરોપીઅનને સારૂ, અને બીજો કાફરાઓ સારૂ - જેમાં બિન સફેદ (ગોરા નહિ એવા) માણસોનો સમાસ થાય છે. એટલે જો કે હિંદીને કાફરના વિભાગમાં રાખી શકાતા હતા, છતાં જેલરે તેમને સારૂ સગવડ ગોરાના વિભાગમાં કરી હતી.