મોત્સાર્ટ અને બીથોવન/સેરાલિયો
← ઈડૉમેનિયો | મોત્સાર્ટ અને બીથોવન સેરાલિયો અમિતાભ મડિયા |
લા ક્લેમેન્ઝા દિ તીતો → |
પ્રકરણ – ૮
સેરાલિયો
બેલ્મોન્તેની મંગેતર કૉન્સ્ટાન્ઝેને, કૉન્સ્ટાન્ઝેની નોકરાણી બ્લોન્ડેને તથા બ્લોન્ડેના મંગેતર પેદ્રીલોને – એ ત્રણેને ચાંચિયા ઉપાડી ગયા. પેદ્રીલો બેલ્મોન્તેનો જ નોકર હોય છે. ચાંચિયા એમને પાશા સલીમના મહેલમાં લઈ જઈ બાનમાં કેદ કરે છે. સલીમની વાસનાનો ડોળો કૉન્સ્ટાન્ઝે ઉપર હોય છે. બેલ્મોન્તેને સલીમ સ્થપતિ તરીકે નિયુક્ત કરે છે. સાવધ ચોકીદાર ઑસ્મિન સાથે ચાલાકી કરીને બેલ્મોન્તે એ ત્રણેને છોડાવે છે. પણ ભાગતી વેળા જ પાશા એ ત્રણેને તેમ જ બેલ્મોન્તેને પકડી લે છે, કારણ કે પાશા બેલ્મોન્તેના પિતાનો દુશ્મન છે. પણ પછી તરત સલીમને સાચી માહિતીની જાણ થાય છે કે તે પોતે જ બેલ્મોન્તેનો સાચો પિતા છે. તરત જ પાશાના હૃદયમાં શુભ ભાવનાનો ઉદય થાય છે, તેથી તેનામાં સહાનુભૂતિ પ્રકટે છે અને બધાંને મુક્ત કરી દે છે.
– અંત –
✤