મોત્સાર્ટ અને બીથોવન
અમિતાભ મડિયા
૨૦૦૫





મોત્સાર્ટ

અને

બીથોવન







લેખક
અમિતાભ મડિયા






નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ — ૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ — ૩૮૦ ૦૦૧
૨૦૧, પેલિકન હાઉસ, નટરાજ ટૉકીઝ પાસે,
આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
E-mail : navbharat@icenet.net
Visit us at : www.navbharatonline.com


Mozart and Beethoven
Monographs in Gujarati by Amitabh Madia

Published by Navbharat Sabitya Mandir
Ahmedabad–1 & Mumbai–2
E-mail : navbharat@icenet.net
Visit us at : www.navbharatonline.com

© ૨૦૦૫, અમિતાભ મડિયા
Visit me at : www.painteramitabh.com

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫

મૂલ્ય : રૂ. ૧૦૦.૦૦

પ્રકાશક :
અશોક ધનજીભાઈ શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ – ૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ,
અમદાવાદ – ૩૮૦ ૦૦૧

પહેલું આવરણ : મોત્સાર્ટનો પોર્ટેટ, ચિત્રકાર : સી. એલ. વૉગલ
૧૭૮૯.એ. નીડેહોર્સર કલેક્શન, ઝ્યુરિખ, સ્વિટ્ઝર્લેન્ડ

છેલ્લું આવરણ : બીથોવનનો શિલ્પ પોર્ટેટ,
શિલ્પી : ગુસ્તાફ લૅન્ડ્‌ગ્રેબે, બર્લિન

ટાઇપસેટિંગ :
શ્રીગણેશ ક્રિએશન્સ
મેમનગર, અમદાવાદ — ૩૮૦ ૦૫ર

મુદ્રક :
યુનિક ઑફસેટ
એન. આર. એસ્ટેટ, દૂધશ્વર, અમદાવાદ — ૩૮૦ ૦૦૪











પ્રિય ઉષામાશીને.
( ઉષા ભાનુભાઈ ત્રિવેદી )















Neither intelligence nor imagination nor both together go to the making of genius. Love, love, love, that is the soul of genius.

– W. A. Mozart
 

Genius is eternal patience.

– Michelangelo
 

Without music life would be an error.

– Friedrich Nietzche
 

Music is the shorthand of emotion.

– Lev Tolstoy
 

Everything in art is trifling that is not taken from life.

– Michelangelo Merisi Carravaggio
 



પ્રસ્તાવના

યુરોપિયન સંગીતની બે મહાન પ્રતિભાઓ મોત્સાર્ટ અને બીથોવનના સ્વરોનો રણકો આજે પણ બુલંદ છે. રોકડા પાંત્રીસ વર્ષે આ ફાની દુનિયા ત્યાગી જનારો મોત્સાર્ટ બાળપ્રતિભા હતો. એના સંગીતમાં જમાને જમાને ભાવકોને દૈવી માધુર્ય સંભળાયું છે. ફળદ્રુપ ભેજું ધરાવનાર એ સંગીકાર પ્રોલિફિક – અતિવિપુલસર્જક – હતો. માત્ર પાંત્રીસ વર્ષની જિંદગીમાં એણે સાતસોથી પણ વધુ સંગીતકૃતિઓ સર્જી ! વિયેના ઘરાણાના આ બંને સંગીતકારો – મોત્સાર્ટ અને બીથોવન – ના જીવનનો મોટો ભાગ વિયેના નગરીમાં જ પસાર થયો. એ નગરી જ એમની મુખ્ય કર્મભૂમિ બનેલી. આ બંને સમકાલીન સંગીતકારો મિત્રો નહોતા, છતાં ઉંમરમાં મોટો મોત્સાર્ટ નાનેરા બીથોવન પર આફરીન હતો.

મોત્સાર્ટના સંગીતમાં માત્ર હર્ષોલ્લાસ વ્યક્ત કરતી સૂરાવલિઓ નથી. ચિત્તને વ્યાકુળ કરી મૂકતી અને તીવ્ર દુઃખની અભિવ્યક્તિ કરતી સૂરાવલિઓ પણ તેના સંગીતમાં પ્રારંભથી જોવા મળે છે. મોત્સાર્ટના સંગીતની સરખામણીમાં બીથોવનના સંગીતમાં વીર અને રૌદ્ર રસ ઘણો વધુ છલકાયો છે, તેથી બીથોવનનું સંગીત મર્દાના ગણાયું છે. ભાવોદ્રેક અને ભાવાવેશ દ્વારા ચિત્તને અભિભૂત કરી મૂકવાની ક્ષમતા મોત્સાર્ટની છેલ્લી કૃતિઓમાં પ્રકટી, બીથોવનમાં પણ એ દેખાઈ. ‘રોમેન્ટિસિઝમ’ નામે જાણીતું બનેલું આ લક્ષણ પછીથી શુબર્ટ, વેબર, વાગ્નર, ચાઈકોવ્સ્કી, ગ્રીગ, શોપાં, બર્લિયોઝ, શુમન, મેન્ડલ્સોહ્‌ન, બ્રાહ્‌મ્સ, દ્વોર્જાક, સ્મેટાના અને વુલ્ફમાં વધુ

સ્ફુટ થયું, આ કારણે ‘રોમૅન્ટિસિસ્ટ’ સંગીતનો પ્રારંભ કરનાર સંગીતકારો તરીકે મોત્સાર્ટ અને બીથોવન પંકાયા.

નાટ્યોચિત સૂરાવલિઓ દ્વારા પાત્રોના અંતરમનમાં રહેલા છૂપા ભાવોને પ્રકટ કરવાનું મોત્સાર્ટનું સામર્થ્ય અપૂર્વ અને અનન્ય ગણાયું છે. પાત્રોના મનમાં ચાલતાં મંથનોને સૂરાવલિઓ દ્વારા મંચ પર દર્શકો–શ્રોતાઓ સમક્ષ વ્યક્ત કરવાની એની કાબેલિયત પર આજે પણ લોકો એટલા મંત્રમુગ્ધ છે કે યુરોપ અને પૂર્વ એશિયામાં એના ઑપેરાનું વારંવાર મંચન થાય છે.

મોત્સાર્ટ અને બીથોવનની કૃતિઓમાં એકાદ સ્વરની અડધી શ્રુતિ આઘીપાછી કરવામાં આવે કે સમયાંતરાલમાં પા સેકંડ આઘીપાછી કરવામાં આવે તો કૃતિની સમતુલા ખોરવાઈ જતી જોવા મળે છે. તેથી જ એ કૃતિઓ પૂર્ણ તથા સર્વાંગસુંદર બંદિશ ગણાય છે. પૂર્ણતાને શિખરે બિરાજતી એ બધી કૃતિઓ આ જ કારણે ‘ક્લાસિકલ’ – પ્રશિષ્ટ ગણાય છે.

૨૦૦૫
અમદાવાદ
– અમિતાભ મડિયા
 


નોંધ

આ પુસ્તક પ્રગટ કરવા બદલ નવભારત સાહિત્ય મંદિર તથા શ્રી મહેન્દ્રભાઈ પી. શાહનો આભાર માનું છું. જહેમતપૂર્વક પ્રૂફવાચન બદલ શ્રી દીપકભાઈ ઠાકરનો આભારી છું.

૨૦૦
અમદાવાદ
– અમિતાભ મડિયા
 





In life beauty perishes, but not in art.

– Leonardo da Vinci
 

Rules and models destroy genius and art.

– William Hazlitt
 

The true work of art is but a shadow of the divine perfection.

– Michelangelo
 

Art is not a hadicraft, it is the transmission of feeling the artist has experienced.

– Lev Tolstoy
 

The artist is the only man who knows what to do with beauty.

– Jean Rotand
 







મોત્સાર્ટ
- - - - - -


Mozart is sunshine.
– Antonin Dvorak