મોત્સાર્ટ અને બીથોવન/લા ક્લેમેન્ઝા દિ તીતો
← સેરાલિયો | મોત્સાર્ટ અને બીથોવન લા ક્લેમેન્ઝા દિ તીતો અમિતાભ મડિયા |
મોત્સાર્ટની કૃતિઓ → |
પ્રકરણ – ૯
લા ક્લેમેન્ઝા દિ તીતો
(ધ ક્લેમેન્સી ઑફ ટાઇટસ, ટાઇટસની નમ્રતા)
રોમન સમ્રાટ વિતેલિયસને તગેડી મૂકીને ટાઇટસ સમ્રાટ બને
છે. વિતેલિયસની પુત્રી વિતેલિયા પોતાના પ્રેમી સૅક્સ્ટસ સાથે મળીને
ટાઇટસને ઉથલાવવાનું કાવતરું ઘડે છે. પણ સૅક્સ્ટસ ટાઇટસનો જ
પુત્ર હોવાથી એને પ્રેમાળ અને આદરણીય પિતા સામેના કાવતરામાં
સામેલ થતાં ગ્લાનિ થાય છે. ટાઇટસ પોતાની પત્ની અને પુત્રી બંનેને
તરછોડીને વિતેલિયાને પરણી જવાનું એલાન કરે છે. સૅક્સ્ટસ પિતા
પર હુમલો કરતાં પકડાય છે પણ પિતા એને માફ કરીને એનાં લગ્ન
વિતેલિયા સાથે કરાવી આપે છે.
– અંત –
✤