મોત્સાર્ટ અને બીથોવન/મોત્સાર્ટની કૃતિઓ

← લા ક્લેમેન્ઝા દિ તીતો મોત્સાર્ટ અને બીથોવન
મોત્સાર્ટની કૃતિઓ
અમિતાભ મડિયા
બીથોવન →




પ્રકરણ – ૧૦

મોત્સાર્ટની કૃતિઓ


ફળદ્રુપ–પ્રોલિફિક સર્જક મોત્સાર્ટે પાંત્રીસ વરસની નાનકડી જિંદગીમાં ઘણીબધી કૃતિઓ રચી. એની કૃતિઓના પ્રથમ કૅટલોગીસ્ટ લુડવિગ રિટર ફૉન કોચેલના મતે કુલ 626. દરેક કૃતિની પાછળ કૌંસમાં k ___ એવો નંબર જોવા મળે છે તે કોચેલના કૅટલોગનો નંબર સૂચવે છે. 1862માં કોચેલે કૅટલોગ બનાવ્યું તે પછી પણ એવી કૃતિઓ મળતી રહી છે જેને વિદ્વાનો મોત્સાર્ટનું સર્જન માનતા હોય. તેથી કોચેલ પછી આ કૅટલોગનું છ વાર નવસંસ્કરણ થયું છે.


કૃતિની સંખ્યા

પ્રકાર
1 બૅલે
16 ઑપેરા
41 સિમ્ફની
7 અપૂર્ણ સિમ્ફનીઓના ટુકડા
27 કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા
5 કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા
4 કન્ચર્ટો ફૉર હૉર્ન ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 કન્ચર્ટો ફૉર બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 કન્ચર્ટો ફૉર ફ્‌લૂટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 કન્ચર્ટો ફૉર ફ્‌લૂટ, હાર્પ ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 કન્ચર્ટો ફૉર ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા

કૃતિની સંખ્યા

પ્રકાર
1 સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર વાયોલિન,
વાયોલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર ઓબો,
ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા
1 સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર હોર્ન,
બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા
2 કન્ચર્ટો રોન્ડો ફૉર ઑર્કેસ્ટ્રા
57 સોલો માનવકંઠ અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ
9 ત્રણ માનવકંઠ અને એક ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ
5 ઑર્કેસ્ટ્રા અને કોયર માટેની રચનાઓ
36 જર્મન ગીતો
409 1થી માંડીને 18 વાદ્યો માટેનાં વિવિધ વાદ્યોનાં
સંયોજનો માટેની ચૅમ્બર ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ
(સોનાટા, ડ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ,
હેક્સ્ટેટ્સ, સેપ્ટેટ્સ, આદિ.)

આ ઉપરાંત ઘણી રચનાઓ મળી આવી છે જેનું કર્તૃત્વ મોત્સાર્ટનું છે એમ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા.