મુખ્ય મેનુ ખોલો

વિકિસ્રોત β

રસિકવલ્લભ/પદ-૧૦૩

< રસિકવલ્લભ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૧૦૨ રસિકવલ્લભ
પદ-૧૦૩
દયારામ
પદ-૧૦૪ →


પદ ૧૦૩ જું<poem>

અજામિલ મહા અઘનું ધામજી, તેવી ગુણકા પાપનું ગ્રામજી; શુતશુકમિષ લીધું હરિનામજી, તેને આપ્યું પ્રભુ નિજ ધામજી. ૧

'કર્તૃમ્‌' લક્ષણ હરિએ ભાખ્યુંજી, દ્વિદલ મીમાંસા ખંડી નાખ્યુંજી; અંબરીષ માટે ચક્રે દમિયાજી, હરિશરણે દુર્વાસા નમિયાજી. ૨

ઢાળ

નમિયા તદપિ દુઃખ ના જ હર્યું, હરિ આર્ત ત્રાતા ઈશ; બ્રહ્મણ્ય દેવ ન શરણાગત વત્સલ થયા જગદીશ. ૩

મહાવિભુ તદપિ ન અભય આપ્યું, નમાવ્યા નૃપ પાય, હરિ 'અકર્તુમ્‌' લક્ષણ તણો, એ કથ્યો અણુ મહિમાય. ૪

સૌભરી મુનિ શુચિઅસંગી, જલ ભીતર જપ અવિનાશ; રતિ મચ્છ દાખી ચળાવ્યા, પરણિયા સ્ત્રી પંચાશ. ૫

મૃગ દયા પાળ્યો તદપિ, દ્વિ જન્મ ધરાવ્યા હરિ ભરત; અઘ નામ ગતિ મુચકુંદ તે, પ્રભુ પ્રકટ મુક્તિ ન તરત. ૬

પુરી અયોધ્યા વૈકુંઠ સહુ, નિજ પિતા પ્રેમી સ્વર્ગ; મહાપાપી પારધી ગીધ આદિ અલ્પમાં અપવર્ગ. ૭

એ 'અન્યથાકર્તુમ્‌' સુલક્ષણ, શ્રીપતિમાં સત્ય; જન દયાપ્રીતમ કૃષ્ણ અતકર્ય, માહાત્મ્ય અકલિત ગત્ય. ૮ -૦-