મુખ્ય મેનુ ખોલો

વિકિસ્રોત β

રસિકવલ્લભ/પદ-૪૧

< રસિકવલ્લભ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૪૦ રસિકવલ્લભ
પદ-૪૧
દયારામ
પદ-૪૨ →


<poem>

પદ ૪૧ મું

શિષ્યે માયાવાદીને વર્ણવેલી ત્રણ સત્તાઓ

વળી તેણે એક જુગતી બતાવીજી, મુજને હવડાં સાંભળી આવીજી; ત્રય સત્તા કહે છે સહુ ઠામજી, શ્રીગુરુ સુણીએ તેહ નામજી. ૧

વ્યવહારિક તો પહેલી કહીયેજી, પ્રતિભાસ બીજીને લહિયેજી; ત્રીજી પરમાર્થ ઈક બ્રહ્મજી, કહું વિસ્તારી તેહનો મર્મજી. ૨

ઢાળ વ્યવહારિકી, પ્રાતિભાસિકી અને પારમાર્થિક સત્તાઓ

મર્મભેદ શ્રુતિ વ્યવહાર તેમાં, સત્ય સહુ સંસાર; છે પ્રાતિભાસની સ્વપ્ન, જાગ્યા પછી રહે ન લગાર. ૩

પરમાર્થ બ્રહ્મ સ્વરૂપ નિજ, તેહનું ન જ્યહાં લગી જ્ઞાન; ત્યહાં લગી સાચું છે સકળ, ગુરુ શિષ્યનું અભિમાન. ૪

એ વિધ્યે કહિ કહિ જુગતી બહુ, મોહિત કરે સંસાર; તેહના મુખની વાતછળનો, કો ન પામે પાર. ૫

ત્રણ સત્તાના પક્ષનો ગુરુએ વાલેલો ઉત્તર

સુણી એમ ગુરુ કહે ત્રણ સત્તા, ખંડી છે મેં પહેલી; વિવર્તપ્રતિબિંબવાદમાં, વળી પૂછે છે મતિ ઘેહેલી. ૬

નિજ મત નિજ ખંડન કરે, સમજે નહિ અણુ બાળ; જ્યમ મૂર્ખ જે ડાળે ચઢે, છેદન કરે તે ડાળ. ૭

પરમાર્થમાં વસ્તુ અવર નહિ, એ જ પાડ પ્રમાણ; છે દયાપ્રીતમ બ્રહ્મ એક જ છે કહેનારું કોણ? ૮ -૦-