રસિકવલ્લભ/પદ-૫
← પદ-૪ | રસિકવલ્લભ પદ-૫ દયારામ |
પદ-૬ → |
પદ ૪ થું.
ઢાળ.
તતખેવ માનસરોવરે નાહી, ગયો શ્રી કુરુક્ષેત્ર;
શ્રી સરસ્વતીમાં સ્નાન કરી, હરિ નિર્ખિયા ભરી નેત્ર. ૩[૩]
શ્રી મુક્તનાથ શ્રી હરિક્ષેત્ર ને, પુલહાશ્રમ પવિત્ર;
ગલ્લકી શાલિગ્રામ શ્રી હરિ, ભક્તજનના મિત્ર ૪ [૪]
શુચિ પંચહ્રદ કૌશિકી, નદિ નદ્ય સોળ તીર્થ વસંત;
પછી પુણ્યક્ષેત્રાનંદ મુક્તા, ક્ષેત્ર છૂટે જત. ૫ [૫]
શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી, સ્નાન સરયૂતીર;
શુચિ સ્વર્ગદ્વારી ઘાટ જોઈને, નિરખ્યા શ્રીરઘુવીર. ૬ [૬]
ત્યાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ સ્નાન;
શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષય તીર્થ મહાન. ૭[૭]
પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ, જ્યાં વસ્યા સીતારામ;
જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮[૮]
- ↑ ૧. પદ–પગ માહાધામ–મોટા તેજવાળા. પુરણકામ–મનના મનોરથ પૂર્ણ કરે એવા. તપ્તકુંડ–ઉના પાણીના કુંડ.
- ↑ ૨. અલકનંદા–હિમાલયમાં એક નદી છે. વ્યાસ–બદરીકાશ્રમમાં વ્યાસે તપ કર્યું હતુ. અને તે ઉપરથી તે ‘બાદરાયણ’ નામથી પ્રસિદ્ધ થયા છે. કેદારેશ્વર–મહાદેવ છે. ગંગોત્રી–ગંગાનું મૂળ જે જગોએ છે તેને ગંગોત્રી કહે છે.
- ↑ ૩. માનસરાવર (માનસ સરોવર)–હિમાલયની ઉત્તરમાં એક સરોવર છે. સરસ્વતી–ગંગા યમુનાની વચ્ચે એક એ નામની નદી છે.
- ↑ ૪, મુક્તનાથ, શ્રીહરિક્ષેત્ર, પુલહાશ્રમ, એ તીર્થ કુરૂક્ષેત્રની આસપાસ હોવાનું લાગે છે ગલ્ય- કી–અયોધ્યાની પૂર્વમા નદી છે. એ નદીનુ મૂળ નેપાળમાં છે. એમાના શાલ- ગ્રામ નામે કાળા પાષાણ ને વિષ્ણુ કરીને પૂજે છે.
- ↑ પ. પવિત્ર પચહદ, કૌશિકી નદી, એને બીજા નદ મળીને એ સ્થાનમાં સોળ તીર્થ છે, તેમાં હું નહાયો એ ભાવ. પછી ઈ○—પછી પુણ્યક્ષેત્ર જે આ નંદમુક્તા તીર્થ, જે તીર્થમાં સ્નાન કરવાથી પ્રાણી મુક્ત થાય છે ત્યાં જ નહાયો.
- ↑ ૬. જનકપુરી–મિથિલા નગરી. સ્વર્ગદ્વારી ઈ○— સરયૂના નીરમાં પવિત્ર સ્વર્ગદ્વારી — સ્વર્ગના દ્વાર રૂપ ઘાટ જોઈને રામે આખા નગરને સરયૂમાં સ્નાન કરાવીને સ્વર્ગ સ્થાપ્યું હતું એવી કથા રામાયણમાં છે, તે સ્થળ સ્વર્ગદ્વારી ઘાટ નામે કહેવાય છે.
- ↑ ૭. પ્રાગરાજ–પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને ત્રિવેણી સંગમ કહે છે વેણીમાધવ–એ નામે દેવ છે. વટ–પ્રાગવડ.
- ↑ ૮. ચિત્રકૂટ–પ્રયાગથી દશ કોશ પર એક સામાન્ય પર્વત છે. વનવાસ સમયે રામે ત્યા નિવાસ કર્યો હતો.