મુખ્ય મેનુ ખોલો

રસિકવલ્લભ/પદ-૬૬

< રસિકવલ્લભ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૬૫ રસિકવલ્લભ
પદ-૬૬
દયારામ
પદ-૬૭ →


પદ ૬૬ મું
આત્મનિવેદન જેણે કીધુંજી, પદ પરમાનંદ જીતી લીધુંજી-
ચિંતા સઘળી પ્રલય પામીજી, પતિ પૂર્ણાનન્દ શિર પર સ્વામીજી. ૧
સર્વાત્મભાવે પિયુ ટેંહેંલજી, વિધિ નિષેધની છૂટી ગેલજી.
સહજ પ્રતિસું પ્રકટ્યો પ્રેમજી, શાંતિ પામે સર્વે નેમજી. ૨

ઢાળ

પ્રેમમાં વિધિનિષેધનો ત્યાગ
સૌ નેમ નાશે પ્રેમ પકટ્યે અનાદિ એ રીત્ય;
તે અનુભવ્યો રસ ગોપીજન પળ પળે નૂતન પ્રીત. ૩

પ્રેમભક્તિ
આહીર અબલ અધમ જાતિ સકલ સાધન હીન,
અહો પ્રેમ બલ જે અજીત ઈશ્વર તે તણે આધીન. ૪

પ્રેમની ચાર અવસ્થા
એક પ્રેમ આસક્તિ વ્યસન, તન્મયપણું મળી ચાર;
ચો સ્નેહ કરી અવસ્થા, કાંઈ કથું બીજી વાર. ૫
  
સ્નેહાવસ્થા
તન તપે બહુજ વિયોગથી, રતિ તેની તે અતિ દીન;
એ પ્રેમ લક્ષણ કહ્યું કિંચિત, ત્યાંનું ત્યાં રહે મન. ૬

આસક્તિ
એક વાર આખા દિવસમાં, વણ મળે રહેવાય;
કદિ ના મળે તો વિકલ થાય, આસક્તિ એ કહેવાય. ૭

વ્યસનાવસ્થા
ઉર પરસ્પર વિંધાય નવ નવ ખસી શકે જો અણુમાત્ર
જન દયા પ્રીતમ કૃષ્ણ કરુણા તો વ્યસન રસપાત્ર. ૮
-૦-