મુખ્ય મેનુ ખોલો

વિકિસ્રોત β

રસિકવલ્લભ/પદ-૮

< રસિકવલ્લભ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૭ રસિકવલ્લભ
પદ-૮
દયારામ
પદ-૯ →


પદ ૮ મું

<poem> નિરખ્યા હરિ તોતાદ્રી ધામજી, શ્રીઆદિ કેશવ અભિરામજી; મહેલ કોટામાં શ્રીહરિરૂપજી, કુમારિ કન્યા ક્ષેત્ર અનુપજી. ૧ પદ્મતીરથ પંચાસર ક્ષેત્રજી, અનંતપુર શ્રીપંકજનેત્રજી; પદ્મનાભજી શ્રીસહ નામજી, જનાર્દન શ્રીપૂરણકામજી. ૨

ઢાળ

છે પૂર્ણકામ શ્રીરંગનાથજી, ચપલરાયજી નામ; શ્રીસ્વામી કાર્તિક ગોકર્ણેશ્વર પંપાસર અભિરામ. ૩

શ્રી શૈલિસિખરે મલ્લિકાર્જુન રષભશૈલ મહેન્દ્ર; શ્રીરામ હૃદ અર્ધનારીશ્વર પછી નિરખ્યા શ્રી કૃષ્ણચંદ્ર. ૪

પછી પંઢરપુર શ્રીવિઠ્ઠલેશ્વર ચંદ્રભાગાતીર; નદી ભીમરથિ શ્રીભીમાશંકર કૃષ્ણ નિર્મળ નીર. ૫

શ્રી મહાલક્ષ્મી કહોલાપુર, પછી સપ્તશૃંગી દેવી; શ્રીગૌતમી ગંગા પુનીત પય દેવ મુનિજન સેવી. ૬

શ્રી ત્ર્યંબકેશ્વર નીલગિરિ કનખલ તીરથ શુભ નામ; ન્હાઈ નિરખિયાં સ્થળ પંચવટી લક્ષ્મણ સીતા રામ. ૭

દંડકારણ્યની યાત્રા કરી પછી સૂર્યતનયા સ્નાન; જન દયાપ્રીતમપ્રિયાભગિની તીર્થ પરમ મહાન. ૮ (પૂર્ણ)