રસિકવલ્લભ/પદ-૯
← પદ-૮ | રસિકવલ્લભ પદ-૯ દયારામ |
પદ-૧૦ → |
પદ ૮ મું
ઢાળ
છે અપાર મહિમા ચંડિપુરિ શ્રીશેષશાયિભગવાન
શ્રી વ્યાસક્ષેત્ર શુકાશ્રમ શૂભાદક્ષેત્ર મહાન. ૩[૩]
ૐકારનાથજી નિરખિયા નર્મદા નિર્મળ સ્નાન;
મહિષ્મતીપુરિ પરમ પાવન શાસ્ત્રમાં એમ જ્ઞાન. ૪ [૪]
પુરી અવંતી મા’કાલેશ્વર ક્ષિપ્રાતીર્થ પાવન;
શ્રીદ્વારિકાપુરી પછી ગયો જ્યહાં સદા જગજીવન.[૫] ૫
ગોમતીસાગર ચક્રતીર્થે, કર્યું સ્નેહે સ્નાન;
પછી શંખોદ્ધાર બેટે નિર્ખિયા, કૃષ્ણ શ્રીભગવાન.[૬] ૬
શ્રીત્રિકમ માધવ પુરૂષોત્તમ, નિર્ખિયા કુંવર કલ્યાણ,
રુકિમણી રાધા જાંબવતી સત્યભામાદિ, પ્રભુપ્રાણ.[૭] ૭
વિધિવત્ કરી સહુ નારાયણસર, તીર્થ અતિ ઉત્કર્ષ;
પછી પિંડતારક પ્રભાસ ન્હાયો, સુદામાપુરી દર્શ. [૮] ૮
કૂપદામોદર ગિરિનાર યાત્રા, જીર્ણગઢ જ્યાં ગ્રામ;
જન દયાપ્રીતમ ભક્ત સ્થળ, નૃસિંહ મેહેતો નામ.[૯]૯
- ↑ ૧ પયોષ્ણી—એક નદી. રેવાસાગર–રેવા અને સાગરનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ. પરશુરામ અને લોટેશવર એ તીર્થ રેવાસાગર સંગમથી ઉત્તર કાંઠા-પર છે. ભૃગુક્ષેત્ર–ભરૂચ.
- ↑ ૨ યજ્ઞ ઇ૦– જ્યાં બડભાગી (મોટા ભાગ્યવાળા બળિ રાજાએ યજ્ઞ કર્યા હતા અને વામનજીએ તેની પાસે ભિક્ષા માગી હતી તે એ ક્ષેત્ર (દશાશ્વમેધ-ભરૂચ). શુક્લતીર્થ–નર્મદાને કાંઠે ભરૂચથી સાત ગાઉપર તીર્થનું ગામ છે. ઈશ્વર—મહાદેવ. ત્યાં ઓંકારેશ્વર મહાદેવ છે. રેવોરી સંગમ–રૈવૌર (રેવા+ઓર) સંગમ, કરનાળી પાસે.
- ↑ ૩. ચંડીપુરી–ચાણોદ. ત્યાં શ્રીશેષશાયી ભગવાનની મૂર્ત્તિ છે. વ્યાસક્ષેત્ર અને શુકાશ્રમ–નર્મદાના બે કાંઠાપર સામસામી આવેલા છે. ચાનોદથી આશરે ત્રણ ગાઉ. શૂલભેદ–શૂલપાણેશ્વર.
- ↑ ૪. ઓંકારનાથ–નર્મદા કાંઠા ઉપરના મહાદેવ. માહિષ્મતી–નર્મદા કાંઠા ઉપર તેના મૂળ તરફ જતા એક નગરી છે. પ્રસિદ્ધ મંદનમિશ્ર જેણે શંકર સાથે વાદ કર્યો હતો તે એ નગરમાં રહેતો હતો.
- ↑ ૫. અવંતી–ઉજ્જયિની મા કાળેશ્વરસાકાળેશ્વર ક્ષિપ્રા નદી અને મહાકાળેશ્વર મહાદેવ એ અવંતીમાં છે.
- ↑ ૬ ગોમતીસાગર–એ બેનો સંગમ ત્યાં ચક્રતીર્થ છે. જેમાં ગોમતી ચક્ર થાય છે. શંખોદ્ધાર બેટ–દ્વારકાપામેનો બેટ.
- ↑ ૭ શ્રીત્રિકમ ઇ૦–ત્રિકમજી, માધવજી, પુરૂષોત્તમજી, કુંવર કલ્યાણ, રૂકિમણી, રાધા, જાંબવતી સત્યભામા, એ સર્વના મંદિર બેટમા છે.
- ↑ ૮ કરી—જાત્રાકરી નારાયણસર—કચ્છમાં છે પિડતારક — દ્વારકાથી ગુરગટ ગયા પછી ત્રણ ગાઉં પર એક કુંડ છે, તેમના બેલા પિંડ તરે છે પ્રભાસ—કાઠિયાડમા સમુદ્ર કાંઠાપર તીર્થ છે. સુદામાપુરી—પોરબંદર
- ↑ ૯ ફૂપદમોદર—દામોદરકુંડ ગિરનારપર્વત ઉપર છે. જીર્ણગઢ જૂનાગઢ ભક્તસ્થળ ઈ૦—નરસિંહ મેહેતા નામના ભક્તનું સ્થળ.